હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલય્હા

હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: ખુદાની કસમ ! અગર લોકોએ હક (ખિલાફત) ને તેના હકદારને આપી દીધી હોત તો અને અહલેબૈત અ.સ ની પેરવી કરી હોત તો બે જણ પણ ખુદા અને તેના દિન માટે આપસમાં લડાઈ અને જગડો ન કરત અને કોઈને પણ પ્રકારનો મતભેદ ન હોત.
(બિહારૂલ અનવાર ભાગ ૩૬ પેજ ૩૫૨)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: અમો અલ્લાહ સુધી પોહચવા માટે વસિલો (માધ્યમ) છીએ અને અલ્લાહ તરફથી ચુનાએલા (પસંદ કરેલ) બંદાઓ છીએ અને નબિઓના વારિસ છીએ.
(બાગે ફિદક ના ખૂતબાનો અમુક ભાગ)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: અલ્લાહ તઆલાએ રસૂલે ખુદા (સ.અ.વ) થકી "લોકોને" અંધારા માંથી નજાત આપી.
(ખૂતબે ફિદક નો એક ભાગ)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: જો તમે એ વસ્તુ ઉપર અમલ કરો છો જે વસ્તુનો હુક્મ આપીઓ છે અને જે વસ્તુની અમે મનાઈ કરેલ છે તે વસ્તુથી બચીને રહો છો તો તમે અમારા શીઆ છો નહિતર નથી.
(બિહારૂલ અનવાર ભાગ ૬૮ પેજ ૧૫૫)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: અય લોકો તમને ખબર છે કે નહિ ! હું ફાતેમા છું મારા બાબા રસૂલે ખુદા સ.અ.વ. છે અને હું ખોટું નથી બોલતી.
(ખુતબે ફિદકનો એક ભાગ)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: જો રોઝો રાખનાર જીભ, કાન, આંખ અને શરીર ના અવયવો થી (ગુનાહ કરવાથી) ન બચે તો તેના રોઝા નો શું ફાયદો થશે.
(બિહારૂલ અનવાર ભાગ ૯૩ પેજ ૨૯૫)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: બધાજ લોકો પોતાની માં ની ખિદમત કરો કેમકે તેમના પગ ની નીચે જન્નત છે.
(કંઝુલ આમાલ હદીસ ૪૫૪૪૩)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: જ્યારે ઈમામ હુસૈન અ.સ ઉપર રડવા વાળા લોકો જન્નત માં દાખલ થશે પછી હું જન્નત માં દાખલ થવાની છું.
(અલ્બુકા પેજ ૮૬)
હઝરત ફાતેમાહ ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે કે: અય મારા બાબા ! તમારી પછી મારી ઉપર એવી મુસીબતો અને પરેશાની પડી જો તે ધોળા દિવસ ઉપર પડી હોત તો અંધારી રાત માં બદલાય જાત.
(રોઝતુલ વાએઝીન ભાગ ૧ પેજ ૭૬)
હઝરત ફાતેમહ ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: મને તમારી આ દુનિયા માં ત્રણ વસ્તુ ખુબજ પસંદ છે
1. કુરાને મજીદ ની તિલાવત કરવી.
2. રસુલુલ્લાહ ના ચેહરા તરફ જોવું.
3. અલ્લાહ ની રાહ માં ઇન્ફાક અને દાન કરવું.
(નેહજુલ હયાત પેજ ૨૭૧)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: અલ્લાહ તઆલાએ રસૂલે ખુદા (સ.અ.વ) થકી "લોકોને" અંધારા માંથી નજાત આપી.
(ખૂતબે ફિદક નો એક ભાગ)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: અમો અલ્લાહ સુધી પોહચવા માટે વસિલો (માધ્યમ) છીએ અને અલ્લાહ તરફથી ચુનાએલા (પસંદ કરેલ) બંદાઓ છીએ અને નબિઓના વારિસ છીએ.
(બાગે ફિદક ના ખૂતબાનો અમુક ભાગ)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: ખુદાની કસમ ! અગર લોકોએ હક (ખિલાફત) ને તેના હકદારને આપી દીધી હોત તો અને અહલેબૈત અ.સ ની પેરવી કરી હોત તો બે જણ પણ ખુદા અને તેના દિન માટે આપસમાં લડાઈ અને જગડો ન કરત અને કોઈને એકપણ પ્રકારનો મતભેદ ન હોત.
(બિહારૂલ અનવાર ભાગ ૩૬ પેજ ૩૫૨)
હજ્રત ફાતેમા ઝહરા ની શહાદત નજીક આવે ત્યારે ફરમાવે છે: જ્યારે જનાબે ફાતેમા ઝહરા ની શહાદત નો સમય નજીક આવ્યો ત્યારે આપ ખુબજ વધારે ગીર્યા વ જારી કરવા લાગ્યા. તો અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ એ રડવાનું કારણ પૂછ્યું કે કેમ એટલું બધું રડો છો? ત્યારે જનાબે ફાતેમા ઝહરા સ.અ.વ. ફરમાવે છે : અય અલી મારી પછી вашей ઉપર જે મુસીબત અને તકલીફ પડવા ની છે તેને યાદ કરીને રડુ છું.
(બિહારૂલ અનવાર ભાગ ૪૩ પેજ ૨૧૮)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: જો તમે એ વસ્તુ ઉપર અમલ કરો છો જે વસ્તુનો હુક્મ આપીઓ છે અને જે વસ્તુની અમે મનાઈ કરેલ છે તે વસ્તુથી બચીને રહો છો તો તમે અમારા શીઆ છો નહિતર નથી.
(બિહારૂલ અનવાર ભાગ ૬૮ પેજ ૧૫૫)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: બધાજ લોકો પોતાની માં ની ખિદમત કરો કેમકે તેમના પગ ની નીચે જન્નત છે.
(કંઝુલ આમાલ હદીસ ૪૫૪૪૩)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: જે મુસીબત મારી ઉપર પડી છે જો તે ધોળા દિવસ ઉપર પડી હોત તો રાતના અંધારામાં બદલાય જાત.
(બિહારૂલ અનવાર ભાગ ૭૯ પેજ ૧૦૬)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા વસીયત માં પોતાના શોહર મોલા અલી ને ફરમાવે છે: મારી મોત પછી મને યાદ કરજો અને મારી ઝિયારત માટે મારી કબ્ર પાસે આવતા રેહજો.
(કોકબ દૂર્રી ભાગ ૧ પેજ ૨૫૩)
જુમ્માના દિવસે હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: જયારે સૂરજ ડૂબવા લાગે ત્યારે દુઆ કરવી. ઘરમાં રહેનારી કનીઝને કહેતાં કે જા અગાસી ઉપર અને જયારે સૂરજ અડધો ડૂબી જાય ત્યારે મને ખબર આપજે હું મારા માટે અને બીજા મોમિનો માટે દુઆ કરું.
(મઆનીયુલ અખબાર પેજ ૩૯૯)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: અય અલી ! મને મારા ખુદા થી શરમ આવે કે હું તમારી પાસે કોઈ એવી વસ્તુ માંગુ જે તમારી પાસે ન હોય, અથવા તમે ન લાવી શકતા હોય. (દુનિયાવી વસ્તુ માટે છે)
(અમાલી શૈખ સદુક ભાગ ૨ પેજ ૨૨૮)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: ગાળીઓ અને અપશબ્દ ખરાબ ભાષા છે અને ખરાબ ભાષા બોલનાર ની જગ્યા જહન્નમ છે.
(દલાએલુલ ઇમામહ પેજ ૬૫)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યહા ફરમાવે છે: જે લોકો અલ્લાહ સાથે, અલ્લાહ ના રસૂલ સાથે અને મોલા અલી સાથે કરેલ વાયદા થી મુખરી ગયા, અને મારી ઉપર ઝુલ્મ અને અત્યાચાર કર્યો અને અમારી વસ્તુ ને છીનવી લીધી, અને બાગે ફિદક જે મારા બાબાએ મારા નામે કરેલ હતું તેના લખાણ ને ફાડી નાખ્યો તે લોકો મારા જનાઝા માં ન આવે.
(કશફુલ ગમ્મા ભાગ ૨ પેજ ૪૯૪)
હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલય્હા ફરમાવે છે: બેશક એક સ્ત્રી અને ઔરત ત્યારે અલ્લાહની બાર્ગાહથી ખુબ નજીક થાય છે જયારે તે પોતાના ઘરમાં રહે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૩ પેજ ૯૨)
નોટ: સ્ત્રી અને ઓરતો માટે જરૂરી છે કે જ્યાં સુધી મુમકિન હોય ઘરમાં રહે. બજારનું કામ, વસ્તુ લાવવું વગેરે પુરુષો ની જવાબદારી છે.
આજના સમયમાં જો કોઈ સ્ત્રી બજારમાં જાય છે, નોકરી કરે છે અથવા બીજા જરૂરી કાર્યક્રમોમાં જાય છે તો તે પોતાને એવી રીતે ઢાંકવી અને છુપાવવી કે તેના શરીર ની કોઈ પણ જગ્યાને લોકો જોઈ ન શકે. નહીંતર તે બહાર જાવું ગુનાહ બનશે અને ફરિશ્તાઓ તેની ઉપર લાનત મોકલશે.
સ્ત્રી માટે જરૂરી છે કે તે હિજાબમાં રહે. જો હિજાબ યોગ્ય ન હોય તો તેને બહાર ન જવું જોઈએ. હિજાબ એવો હોવો જોઈએ કે કોઈ માણસ તેને ઓળખી ન શકે.
ઉદાહરણ તરીકે, ઈરાનમાં શાહના સમય દરમિયાન હિજાબ પર પાબંદી હતી. કોઈ સ્ત્રી જો હિજાબમાં બહાર દેખાતી તો તેની ચાદર છીનવી લેવામાં આવતી. એક સ્ત્રીએ ફેસલો કર્યો કે તે ઘરની બહાર ન નીકળે અને 40 વર્ષ સુધી ઘરની અંદર રહી. જ્યારે ઈરાનમાં ઈન્કલાબ આવ્યો અને આયતુલ્લાહ ખુમૈની હુકૂમત હાથમાં લીધી, તે સ્ત્રી ઘરની બહાર નીકળે છે.
તે સ્ત્રી એટલી ઈમાનદાર હતી કે તેની નમાઝે જનાઝા ઈમામ ઝમાના દ્વારા પઢવવામાં આવી હતી.
તેથી જ્યારે આપણે ઇન્સાન હોય કે સ્ત્રી, ઇસ્લામ પર યોગ્ય રીતે અમલ કરીએ, તો ઈમામ ઝમાના ખુદ આપણા પર મહાન શરફ માટે હાજર થાય છે.