હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ

હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: ગુનાહોમાંથી ચાર ગુનાહ એવા છે કે જેનો અઝાબ આખેરતની સાથે સાથે આ દુનિયામાં પણ મરવા પહેલા મળવાનો છે:
1. નમાઝ ન પઢવાનો અઝાબ
2. માં બાપને પરેશાન કરવાનો અઝાબ
3. ખોટી કસમ ખાવાનો અઝાબ
4. ગીબત કરવાનો અઝાબ
(જામેઓ અહાદિસુસ શીઆ ભાગ ૧૯ પેજ ૪૪૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જયારે બજાર માંથી કોઈ વસ્તુ ખરીદો તો છોકરાને આપવા પહેલા તે વસ્તુ છોકરીને આપો એટલે તે ખુશ થાય અને તમારા ગુનાહ માફ થઈ જાય અને અલ્લાહની રહમત તમારી ઉપર નાઝીલ થાય.
(વસાએલુશ શીઆ)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: ખુબજ નજીક મારા જીગરનો એક ટુકડો ખુરાસાનમાં દફન થશે જે કોઈ પરેશાનીમાં હોય, અને તેમની ઝિયારત કરશે તો અલ્લાહ તઆલા તેની પરેશાનીને દૂર કરી દેશે અને અગર કોઈ ગુનેહગાર તેમની ઝિયારત કરશે તો તેના ગુનાહોને માફ કરી દેવામાં આવશે.
(અમાલી શૈખ સદુક પેજ ૧૧૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: એકબીજા સાથે વિવાદ (ઈખ્તેલાફ) ન કરો કેમકે તમારી પહેલા પણ જે લોકોએ વિવાદ કર્યો તે લોકો નાબૂદ થઈ ગયા.
(એલલુશ શરાયેઅ ભાગ ૧ પેજ ૨૬૫)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: બેશક અલ્લાહ તઆલા હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલય્હા ની નારઝગી થી નારાઝ થાય છે અને તેમની ખુશી થી ખુશ થાય છે.
(કંઝૂલ આમાલ ભાગ ૧૨ પેજ ૧૧૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: લોકોની સાથે હળીમળીને એકતાની સાથે રેહશો તો મહેરબાની વધશે અને લડાઈ-જગદો કરશો તો અઝાબનું કારણ બનશો.
(નેહજુલ ફસાહત હદીસ ૧૩૨૩)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: તમે તમારી નમાઝ ઉપર ધ્યાન રાખો અને કોઈ દિવસ નમાઝને છોડો નહિ કેમકે અલ્લાહ તઆલા કયામતના દિવસે બધાજ કરતા પહેલા નમાઝની માટે સવાલ પૂછશે અગર તમે તમારી નમાઝ બરાબર ટાઇમે પઢી અને સરખી રીતે પઢી તો ઠીક છે, નહિ તો તમને જહન્નમના હવાલે કરી દેવામાં આવશે.
(ઈર્શાદાતે રસુલ પેજ ૧૨૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: કોઈ પણ ગુનાહ ને હલકો ન સમજો, ઇન્સાન કયામતના દિવસે જ્યારે પોતાના ગુનાહ તરફ જોશે તો લોહી ના આંસુ રડશે અને તે ન જોવો કે ગુનાહ કેટલો હલકો અને નાનો છે પરંતુ એ જોવો કે તમે કોની વિરૂદ્ધ જઈ રહ્યા છો
(બિહારૂલ અનવાર ભાગ ૭૭ પેજ ૧૬૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: શૈતાન મોમીનથી ત્યાં સુધી ડરે છે જ્યાં સુધી મોમીન વક્તની પાબંદી સાથે નમાઝ અદા કરે છે અને જયારે તે નમાઝમાં ઢીલ આપવા લાગે છે ત્યારે શૈતાન તેના ઉપર હાવી થઈ જાય છે અને ગુનાહે કબીરા તરફ ખેચીને લઇ જાય છે.
(ઓયુને અખબારે રેઝા બાબ ૩૦ હદીસ ૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: મુનાફિકની ત્રણ નિશાનીઓ છે પછી ભલે તે નમાઝ પઢે રોઝા રાખે અને પોતાને મુસલમાન કહેતો હોય
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
(અલકાફી ભાગ ૨ પેજ ૨૯૦)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: શું હું તમને દુનિયા અને આખેરત બન્ને જગ્યા માં ફાયદો આપે એવી અખલાકની વાત કહું?

તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
(તોહફુલ ઓકુલ પેજ ૨૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: શાદી કરવાથી ઇન્સાન પોતાનો અડધો દીન બચાવી લે છે:
(મુસ્તદરેકુલ વસાએલ ભગા ૧૪ પેજ ૧૫૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: તમારો બેહતરીન દોસ્ત એ છે કે જયારે તમે અલ્લાહ તઆલાને યાદ કરો ત્યારે તમારો સાથ આપે અને જયારે તમે અલ્લાહને ભૂલી જાવ ત્યારે તમને યાદ અપાવે કે અલ્લાહને યાદ કરો.
(નેહજુલ ફસાહત હદીસ ૧૪૭૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જે ઇન્સાન ૪૦ દિવસ સુધી હલાલ ખાવાનું ખાશે તો અલ્લાહ તઆલા તેના દિલને નૂરાની કરી દેશે.
(ઈર્શાદાતે રસુલ હદીસ ૮૫૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: મારી ઉમ્મતના ચાર અલગ અલગ ગ્રુપ છે
1. એ છે જે નમાઝતો પઢે છે મગર તેમાં સુસ્તી કરે છે તેને હલ્કી સમજે છે તેઓને કુરઆનમા "વયૅલ" "ویل" કેહવમા આવ્યું છે
વાય છે(અફસોસ છે) તે નમાઝી ઉપર કે જે નમાઝ ને હલ્કી સમજે છે
(સૂરએ માઉન આયત ૫-૬)

2. એ છે કે જે ક્યારેક નમાઝ પઢે છે અને ક્યારેક નમાઝ નથી પઢતા તેની માટે કુરઆનમાં "ગય" "غی" કહેવામાં આવ્યું છે એટલે કે નમાઝનું ધ્યાન નથી રાખતા અને હવસની પેરવી કરે છે તેને જહન્નમના છેલ્લા ભાગમાં નાખવામાં આવશે.
(સૂરએ મરયમ આયત ૫૯)

3.એ છે કે જે અમુક દિવસે નમાઝ પઢે અને અમુક વખત નથી પઢતા તેમની માટે કુરઆનમાં "સકર" "سقر" કેહવામ આવ્યું છે જયારે તેઓને પૂછવામાં આવશે કે તમને જહન્નમના બિલકુલ છેલ્લા તબક્કામાં કેમ નાખવામાં આવ્યા? તો તેઓ કહેશે કે અમે નમાઝ નોહતા પઢતા.
(સૂરએ મુદ્દસિર આયત ૪૩)

4. અમુક એ છે કે જે દિલથી નમાઝ પઢતા હશે જેમની માટે કુરઆન માં આવ્યું છે "અફલહ" "افلح" એટલે અમૂક એવા સાચા લોકો છે જેને નજાત મળી ગઈ કેમકે તેઓ દિલથી નમાઝ પઢતા હતા.
(સૂરએ મોમેનુન આયત ૧-૨)
(અલ્મવાએઝુલ અદ્દિયા બાબે ૪ પેજ ૧૨૨)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: તમે તમારા બચ્ચાઓને તરબિયત મારી મોહબ્બતથી મારા અહલેબૈતની મોહબ્બતથી અને કુરઆનની મોહબ્બતથી કરો
(અહકાકુલ હક ભાગ ૧૮ પેજ ૪૯૮)
નોટ: રસૂલની આ વાત ઉપર આપણે કેટલો અમલ કરીએ છીએ?
આજના જમાનામાં આપણે આપણા બચ્ચાઓને શું સિખવાડીએ છીએ – રસૂલ અને આલે રસૂલની મોહબ્બત કરતા કે દુનિયાની બીજી બધી વસ્તુથી મોહબ્બત કરતા?
આખો દિવસ દુનિયા દુનિયા, ન કોઈ છોકરું કુરઆન પઢતું હોય, ન કોઈ બચ્ચું ઇસ્લામી બુક્સ વાચતું હોય, ન કોઈ મજલીસમાં બેઠતું હોય અથવા મજલીસમાં બેઠે તો પણ મજલીસ ન સાંભળતું હોય મોબાઈલ થી રમતા હોય, બસ બધા લોકો પોતાની દુનિયામાં મસ્ત છે.
ભાઈ, આ દુનિયા આજે છે કાલે નથી, કાલે મરવાનું છે અને મર્યા પછી આખેરતમાં કુરઆન અને એહલેબૈત કામ આવશે તો પોતાની આખેરતને સુધારો, દુનિયા ખુદબખુદ બની જશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: છેલ્લા ઝમાનાની ઓલાદોને તેમના માં-બાપના લીધે મુસીબતો પડવાની છે,
લોકોએ પૂછ્યું મુશરિક માં-બાપના લીધે?
આપ હઝરત ફરમાવ્યું મોમીન માં- બાપના લીધે કેમકે તેઓ પોતાના બચાઓને દીની માલુમાત અને વાજીબાત નહિ શિખવાડે તે માટે, અને ઓલાદ દિની માલુમાત સિખવા માંગશે તો પણ તેઓ તેને રોકશે અને તેમને આ ખતમ થવા વાળી દુનિયાને હાસીલ કરવામાં સંતોષ દેવરાવશે, તેવા લોકોથી હું બેઝાર છું કારણકે તેઓ મારાથી બેઝાર હતા.
(મુસ્તદરકુલ વસાએલ ભાગ ૨ પેજ ૨૦૫)
હઝરત રસૂલે અકરમ સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જે ઔરતો પાંચ ટાઈમની નમાઝ પઢે છે અને રમઝાન મહિનામાં રોઝા રાખે છે અને પોતાને પાકો પાકીઝા રાખે છે અને તે પોતાના શોહરની ખિદમત કરે છે અને તેમના હુકમો ઉપર અમલ કરે છે તો તે જન્નતના જે પણ દરવાજા માંથી ચાહશે દાખલ થઈ શકશે.
(મન લા યહઝરહુલ ફકીહ ભાગ,૩ પેજ,૪૪૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: અલ્લાહ તઆલા આ ત્રણ વસ્તુ કરવા વાળાને પસંદ કરે છે:-
ઓછું બોલવું
ઓછું ખાવું
અને ઓછું ઊંઘવું.
(મફાતીહુલહયાત પેજ ૧૪૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: બાપ ની દુઆ ઓલાદ માટે એવીજ રીતે છે જેવી નબી ની દુઆ ઉમ્મત માટે.
(નેહજૂલ ફસાહત હદીસ ૧૫૫૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જે કોઈ પોતાની માં ની પૈશાની (કપાળ) ને એહતેરામ થી ચૂમશે તો તે જહન્નમ ની આગ થી નજાત પામશે.
(નેહજુલ ફસાહત હદીસ ૨૯૧૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જે ઓરત પોતાને શણગારી ને અને ખૂબસૂરત લીબાસ પેહરીને ઘરની બહાર જાય કેમકે લોકો તેને જોવે તો આસમાન ના ફરિશ્તાઓ તેની ઉપર લાનત મોકલે છે અને જયા સુધી મોત ન આવે ત્યાં સુધી અલ્લાહ તેની ઉપર ગઝબનાક થતો રહેશે.
(અલ્હુકમુઝ ઝોહરા ભાગ ૨ પેજ ૩૬૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જેવી રીતે બચ્ચાઓ માટે જરૂરી છે કે તે પોતાના માં બાપ ની બે-એહતેરામી ન કરે એવીજ રીતે જરૂરી છે કે માં બાપ પણ પોતાના બચ્ચાઓ ની બે-એહતેરામી ન કરે.
(મિઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૫૦૮)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જહન્નમ ના ચોથા દરવાજા ઉપર આ ત્રણ વસ્તુ લખેલી છે
1. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે ઇસ્લામને બદનામ કરે છે.
2. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે એહલેબયત અ.સ ની તોહિન અને અપમાન કરે છે.
3. ખુદા ઝલીલ અને ખ્વાર કરે એ લોકો ને, જે લોકો ની મદદ કરવાના બદલે તેમની ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૮ પેજ ૧૪૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: તમારા મરહુમિન માટે હદિયો મોકલો.

એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ?

સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માટે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
(મફાતેહુલ જીનાન પેજ ૮૬૪)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: ત્રણ વસ્તુ طرف જોવામાં ઇબાદત કરવાનો સવાબ મળે છે
1. માં બાપ ના ચેહરા તરફ જોવામાં
2. કુરઆને મજીદ તરફ જોવામાં
3. અને સમંદર અને દરિયા તરફ જોવામાં.
(બિહારૂલ અનવર ભાગ ૧૦ પેજ ૩૬૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: જે બંદો અલ્લાહ તઆલાની અને પોતાના માં-બાપ ની ઇતાઅત કરશે હુક્મ માનશે તે કયામત ના દિવસે ખુબજ મહાન મરતબો પ્રાપ્ત કરશે.
(કંઝુલ આમાલ ભાગ ૧૬ પેજ ૪૬૭)