હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમે લોકો તમારા મોમીન ભાઈઓ માટે તેમની ગૈર હાજરીમાં તેમની માટે દુઆ કરો કેમકે તમારું આ કાર્ય તમારા રિઝ્કમાં વધારો કરશે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૬ પેજ ૬૦)
નોટ: આપણા માસુમિન અ. સ એ દુઆ કરવાની ઘણી બધી શિફારિશ કરેલી છે અને દુઆ નબીઓ નું શસ્ત્ર છે. આપણે બીજા લોકો માટે દુઆ કરવી જોઈએ કેમકે અગર આપણે આપણી માટે દુઆ કરીએ તો કદાચ દુઆ કબૂલ થાય કદાચ કબૂલ ન થાય મગર જયારે આપણે બીજા માટે દુઆ કરીએ છીએ તો અલ્લાહને આપણું આ કામ પસંદ આવે છે અને તે આપણી દુઆ પણ કબૂલ કરી દે છે. નબી મુસા અ. સ થી નકલ છે કે તમે લોકો બીજા લોકોને ઇલતેમાસે દુઆ બોલ્યા કરો એટલે કે બીજા લોકોને દુઆ કરવાનું કહ્યા કરો કેમકે થઈ શકે કે તમે અને તમારી જીભે ગુનાહ કર્યા હોય મગર જયારે તમારી માટે બીજું કોઈ દુઆ કરે છે તો તે ગુન્હેગાર ન હોય અને તમારી માટે દુઆ કરે અને તમારા હકમાં દુઆ કબૂલ થઈ જાય, અને બીજો મતલબ એ છે કે અગર કોઈ ગુનાહ કરીને દુઆ કરે છે તો તેની દુઆ કબૂલ નથી થતી.
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જનાબે ફાતેમહ ઝહરાની ઇતાઅત, અલ્લાહની તમામ મખલુક જીન્નાત, ઇન્સાનો, પક્ષીઓ, જાનવરો, પયગમ્બરો, ફરીશતાઓ, ઉપર વાજીબ છે.
(દલાએલુલ ઇમામહ પેજ ૨૮)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
કિબ્ર અને બુઝૂર્ગી અલ્લાહ તઆલાના બે ખાસ લીબાસની જેમ છે, તો જે કોઈ ઇન્સાન ઘમંડ કરશે તો તેણે અલ્લાહની વિરુદ્ધ જંગ કરી છે.
(કાફી ભાગ ૨ પેજ ૩૦૯)
હઝરત ઈમામ મોહમ્મદ બાકીર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે મને તાવ આવતો અને હિમ્મત ખતમ થઈ જતી તો હું ઠંડુ પાણી મંગાવતો અને થોડુક પિતો અને પાણી પીવાની હાલતમાં એક બુલંદ અવાજથી એવી રીતે કે અવાજ ધરની બહાર પણ પોહચે તેમ દિલથી જનાબે ફાતેમહ ઝહરાને યાદ કરતા અને કહેતો "યા ફાતેમા બિન્તે મોહમ્મદ" આવી રીતે યાદ કરીને પોતાને આરામ આપતો.
(સફીનતુલ બિહાર ભાગ ૨ પેજ ૩૭૪)
હઝરત ઈમામ મોહંમદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
અય મારા શિયા ભાઈઓ તમે વચલો રસ્તો ઇખ્તેયાર કરો “ગાલી” ન્ બનો એટલે કે જે આગળ વધી ગયા છે તે પાછળ આવીને અમારી સાથે જોડાય જાવ, અને “તાલી” ન બનો એટલે કે પાછળ રહી ગયા છે એ આગળ આવીને અમારી સાથે ભેગા થઇ જાય. ત્યારે એક સહાબી ઈમામને પૂછે છે કે “ગાલી” એટકે શું? તો ઈમામ ફરમાવે છે કે આ એક એવું ગ્રુપ છે જે અમારી માટે એવી એવી વાતો બોલે છે જે અમે નથી કીધી (અમારી જે હદ છે તેને થી પણ વધારીને બયાન કરે છે)તેઓ અમારા થી નથી અને અમે પણ તેઓથી બેઝાર છીએ. અને પછી ઈમામ આગળ હદીસ મા ફરમાવે છે અલ્લાહની કસમ અમે આવા લોકોને જહન્નમ ની આગ થી નહિ બચાવશું, અને અમારી અલ્લાહ સાથે કોઈ રિશ્તેદારી નથી અમે બસ અલ્લાહ તરફથી ખાસ હુજ્જ્ત અને નિશાનીઓ છીએ, અને અલ્લાહ થી નજીક થવાનો એક જ રસ્તો છે તે છે અલ્લાહ ની ઇતાઅત એટલે કે અલ્લાહના હુકમ નું પાલણ કરવું અને જે કોઈ અલ્લાહના હુકમ ઉપર અમલ કરશે તો તેને અમારી વિલાયતનો ફાયદો પોહ્ચશે અને જે કોઈ પણ અલ્લાહની નાફરમાની કરશે અલ્લાહના હુકમ ને નહિ માને તેઓની અમારી વિલાયત કોઈ ફાયદો નહિ પોહ્ચાડે. “વાય અમારી વિલાયત ઉપર ઘમંડ કરવા વાળા માટે, વાય અમારી વિલાયત ઉપર ઘમંડ કરવા વાળા માટે”.
(કાફી ભાગ ૨ પેજ ૭૫)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેશક જ્યારે ઇન્સાન ગુનાહ કરવા લાગે છે ત્યારે તેનું રિઝ્ક તેની પાસે થી લઇ લેવામાં આવે છે.
(ઉસેલે કાફી ભાગ ૨ પેજ ૨૭૦)
ઇમામ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે શબે કદ્રમાં જાગે તેના ગુનાહોને બક્ષી દેવામાં આવે છે.
(વસાએલુશ શીઆ ભાગ ૪ પેજ ૩૬૪)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે પહેલી શવ્વાલ ના ઇદ નો દિવસ હોય છે ત્યારે આસમાન માં થી એક અવાજ આવે છે; અય મોમીનો સવાર ના જલ્દી જલ્દી તમો તય્યાર થઈ જાવ તમારી માટે તોહફા અને ગીફ્ટ છે. (રમઝાન મહિના ની ઇબાદત માટે)
(અલકાફી ભાગ ૪ પેજ ૧૬૮)
હઝરત ઈમામ મોહમ્મદ બાકીર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જુમ્મા ના દિવસે આપણે કોઈ પણ સારા કાર્ય અથવા ખરાબ કાર્ય કરીએ છીએ તો તેનો બદલો (સવાબ અને અઝાબ) બેગણો થઈ જાય છે
(બિહારૂલ અનવાર ભાગ ૮૬ પેજ ૨૮૩)
નોટ: તો જુમ્મા ના દિવસે કોઈ પણ ગુનાહો વાળુ કામ કરવું નહિ અને જેમાં સવાબ મળે તે વધારે માં વધારે કરવું ખાસ કરીને સલવાત પઢવાની.
હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ મારી ફૂઈ ની (હઝરત માસુમાએ ફાતેમા કુમ સલામુલ્લાહ અલ્યહા) કુમ માં ઝિયારત કરશે તો તેને બદલામાં જન્નત મળશે.
(કામલુઝ ઝિયારત)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
અમારા શીઆ રાત્રે જલ્દી સૂઈ જાય છે અને જયારે રાતનો એક ભાગ બાકી રહે છે ત્યારે ઉઠે છે અને જયારે અલ્લાહ ચાહે છે ત્યારે સવારે વેહલાં જાગે છે અને અલ્લાહ ની સાથે રાઝો નીયાઝ કરે છે.
(વસાએલુશ શીઆ ભાગ ૫ પેજ ૨૭૪)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ પણ સારી નિય્યત રાખે છે તેની રોઝી માં વધારો થાય છે. જે કોઈ પોતાની ફેમિલી સાથે સારી રીતે વર્તાવ કરે છે તો તેની ઝિંદગી લાંબી થાય છે. જે કોઈ અલ્લાહ ઉપર ભરોસો કરે છે તે કદી પણ હારતો નથી. જે કોઈ ગુનાહ ના સમયે અલ્લાહ ની પનાહ માં ચાલ્યો જાય તે હારતો નથી (એટલે તે શૈતાન થી અને ગુનાહ થી બચીને રહે છે). નેઅમતો નો વધારો અલ્લાહ તરફ થી ઘટતો નથી પરતું જ્યારે ઇન્સાન શુક્ર કરવાનું બંધ કરી દે છે (તો અલ્લાહ નેઅમતો બંધ કરી દે છે).
(બિહારૂલ અનવાર ભાગ ૬૮ પેજ ૫૪)
ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ આ નમાઝ પઢે છે તો તેને હાજી સાથે હજ કરવાનો સવાબ મળશે.
(મફાતેહુલ જીનાન)
નમાઝનો તરીકો : દરરોજ રાત્રે મગરીબ અને ઈશા ની વચમાં બે રકાત નમાઝ પઢે અને બન્ને રકાત માં સૂરએ હમ્દ પછી સૂરએ તોહીદ અને પછી એક વખત આ આયત પઢે
﴿وَ وٰاعَدْنٰا مُوسىٰ ثَلاٰثِينَ لَيْلَةً وَ أَتْمَمْنٰاهٰا بِعَشْرٍ فَتَمَّ مِيقٰاتُ رَبِّهِ أَرْبَعِينَ لَيْلَةً وَ قٰالَ مُوسىٰ لِأَخِيهِ هٰارُونَ اخْلُفْنِي فِي قَوْمِي وَ أَصْلِحْ وَ لاٰ تَتَّبِعْ سَبِيلَ الْمُفْسِدِينَ﴾
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે આલિમ પોતાના ઈલ્મ થી ફાયદો ઉપાડે તે ૭૦ હજાર આબિદો કરતા પણ વધારે બેહતર છે.
(અદ દઅવાત પેજ ૧૫૩)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઇસ્લામ પાંચ વસ્તુ ઉપર આધારિત છે — નમાઝ, રોજા, હજ, ઝકાત અને વિલાયત. અને જેવી રીતે વિલાયત ઉપર હુક્મ દેવામાં આવ્યો છે એવી રીતે બીજી કોઈ પણ વસ્તુ ઉપર ભાર આપીને હુક્મ દેવામાં નથી આવ્યો, પરંતુ લોકોએ પેલી ચાર વસ્તુ ઉપર અમલ કર્યો અને વિલાયત ને છોડી દીધી.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૧૮)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જો લોકોને ઈમામ હુસૈન અ.સ ઝિયારત ની ફઝીલત અને મહત્વ ખબર પડી જાત તો લોકો ઝિયારત ની ખુશી માં પોતાની જાન ફીદા કરી નાખત.
(સવાબુલ આમાલ પેજ ૩૧૯)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
પાણી પીવડાવવા નો અને સબીલ કરવાનો સવાબ કયામત ના દિવસે બધાજ કરતા પેહલા આપવામાં આવશે.
(બિહારૂલ અનવાર ભાગ 13 પેજ 17)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમે લોકો તમારા મોમીન ભાઈઓ માટે તેમની ગૈર હાજરીમાં તેમની માટે દુઆ કરો કેમકે તમારું આ કાર્ય તમારા રિઝ્કમાં વધારો કરશે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૬ પેજ ૬૦)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ અમને યાદ કરે છે તો તે અલ્લાહ ને પણ યાદ કરે છે અને જે અમારા દુશ્મનો ને યાદ કરે છે તે શૈતાન ને યાદ કરે છે.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૪૯૬)
હઝરત ઈમામ મોહમ્મદ બાકીર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે મને તાવ આવતો અને હિમ્મત ખતમ થઈ જતી તો હું ઠંડુ પાણી મંગાવતો અને થોડુક પિતો અને પાણી પીવાની હાલતમાં એક બુલંદ અવાજથી એવી રીતે કે અવાજ ધરની બહાર પણ પોહચે તેમ દિલથી જનાબે ફાતેમહ ઝહરાને યાદ કરતા અને કહેતો "યા ફાતેમા બિન્તે મોહમ્મદ" આવી રીતે યાદ કરીને પોતાને આરામ આપતો.
(સફીનતુલ બિહાર ભાગ ૨ પેજ ૩૭૪)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
જનાબે ફાતેમા ઝહરા ની ઈતાઅત અને પેરવી અલ્લાહ ની બધીજ મખલુક ઉપર વાજીબ છે પછી તે ઇન્સાન હોય, જીન હોય, પક્ષી હોય, જાનવર હોય, નબીઓ હોય, કે ફરીશતાઓ હોય; બધાજ ઉપર વાજીબ છે.
(અવાલેમુલ ઓલુમ ભાગ ૧૧ પેજ ૧૭૨)
હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ ફરમાવે છે:
કોઈને પણ હકીર અને હલકા ન સમજો, શું ખબર તે શખ્સ અલ્લાહ પાસે વધારે નજીક હોય.
(બિહારૂલ અનવાર ભાગ ૧૭ પેજ ૧૬૬)