હઝરત ઈમામ હસને મુજતબા અલય્હિસ્સલામ ફરમાવે છે:
હું ઝેર ના લીધે આ દુનિયા થી રુખસત થઈ રહ્યો છું જેવી રીતે મારા નાના રસૂલે અકરમ (સ.અ) પણ ઝેર ના લીધે આ દુનિયા થી રુખસ્ત થયા હતા (એટલે બન્ને માસૂમ શહીદ થયા છે)
(મનાકીબે આલે અબી તાલિબ ભાગ ૩ પેજ ૨૫)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
અગર કોઈ કુરઆને મજીદની તિલાવત કરે છે તો તેની દુઆ હમણાં અથવા થોડાક ટાઈમ પછી જરૂર કબૂલ થશે.
(બિહારૂલ અનવાર ભાગ ૯૮ પેજ ૨૦૪)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
મે એક રાતના મારી મમ્મી જનાબે ફાતેમહ ઝહરા સલામુલ્લાહ અલય્હા ને પૂરી રાત ઇબાદત કરતા જોયા (કે વધારે પડતાં તેઓ દરરોજ રાત્રે ઇબાદત કરતા) અને પછી સહર ના સમયે સજદામાં જઈને બધાજ પાડોસીના નામ લઈને દુઆ કરતા રહિયા. અહીંયા સુધી કે ફજરનો ટાઇમ થઈ ગયો પછી હું મારા માદરે ગીરામી પાસે ગયો અને પૂછ્યું કે તમે બધા માટે દુઆ કરી આપણી માટે? તો જનાબે ફાતેમહ ઝહરા સ.અ ફરમાવે છે પહેલા પાડોસી માટે પછી આપણા ઘરમાં રહેતા લોકો માટે.
(એલલુશ શરાએઅ ભાગ ૧ પેજ ૫૯૩)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
રમઝાન મહિનો અલ્લાહે હરીફાઈ નો મહિનો બનાવ્યો છે જેમાં લોકો અલ્લાહ ના હુક્મનું પાલણ કરીને અલ્લાહને રાજી કરવાની કોશિશ કરે છે તો અમુક લોકો આ કોશિશમાં કામયાબ થઈ જાય છે અને અમુક લોકો આળસ ના લીધે પાછળ રહી જાય છે.
(તોહફૂલ ઓકુલ પેજ ૨૩૪)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ અલ્લાહ ને રાજી કરવા ચાહે છે અને તેના આ કાર્યમાં ભલે લોકો તેનાથી નારાઝ થઈ જાય, પરતું અલ્લાહ તેની ઝિંદગી ના બધાજ કાર્ય આસન કરી દેશે અને તેનું ધ્યાન પણ રાખશે, અને જો કોઈ લોકોને રાજી કરવા માટે અલ્લાહ ને નારાઝ કરે તો અલ્લાહ તેને લોકોના હવાલે કરી દેશે.
(મીઝાનુલ હિકમત ભાગ ૪ પેજ ૧૫૩)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ નમાઝે ફજર પઢ્યા પછી તેની તે જગ્યા ઉપર જ બેઠો રહે સૂરજ નીકળવાના સમય સુધી તો તેનું આ બેઠવું જહન્નમ ની આગ થી તેને બચાવશે.
(વાફી ભાગ ૪ હદીસ ૧૫૫૩)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેશક આ કુરઆને મજીદ હિદાયત (માર્ગદર્શન) નું ચિરાગ છે, સુખ અને શાંતિ આપે છે અને દિલ ને શિફા અને તંદુરસ્ત કરે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૫ પેજ ૧૧)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
એહસાન અને નેકી એટલે! નેકી કરવામાં મોડું કરવામાં ન આવે અને નેકી કર્યા પછી તેનો રોડ શો (દેખાવો) કરવામાં ન આવે.
(બિહારૂલ અનવર ભાગ ૭૮ પેજ ૧૧૫)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઈલ્મ અને જ્ઞાન ને કોઈ પણ રીતે હાસિલ કરો અને જો તેને યાદ ન રાખી શકતા હોય તો લખી લ્યો અને ઘરમાં કોઈ સારી જગ્યા ઉપર સાચવીને રાખો.
(અહકાકુલ હક ભાગ ૧૧ પેજ ૨૩૫)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જમવા પહેલા હાથ ધોવા થી ગરીબી અને તંગદસ્તી દૂર થાય છે અને જમ્યા પછી હાથ ધોવાથી આફતો અને પરેશાનીઓ દૂર થાય છે.
(કલમેહ ઈમામ હસન ભાગ ૭ પેજ ૪૩)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
હક અને બાતિલ વચ્ચે ચાર આંગળી નો ફર્ક છે જે વસ્તુ આંખથી જોઈએ તે હક છે અને જે વસ્તુ કાન થી સાંભળીએ તે થઈ શકે વધારે પડતું બાતિલ હોય શકે.
(તોહફુલ ઓકુલ પેજ ૨૨૯)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમારી દીકરીના લગન પરહેઝગાર અને મુત્તકી છોકરા સાથે કરો, જો તે તમારી દીકરી થી મોહબ્બત કરશે તો તેની ઈજ્જત કરશે અને જો મોહબ્બત ન પણ કરે તો તેની ઉપર ઝુલ્મ અને અત્યાચાર નહિ કરે.
(મકારેમુલ અખલાક પેજ ૨૦૪)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
લોકો મૌત થી ડરે છે કારણકે તમે આખેરત ને ખરાબ કરી નાખી છે અને દુનિયા ને આબાદ કરી લીધી છે અને વ્યાજબી કે સારી જગ્યા એથી ખરાબ જગ્યા ઉપર જવું અઘરું લાગે અને લોકો પસંદ પણ નથી કરતા.
(બિહારૂલ અનવાર ભાગ ૪૪ પેજ ૧૧૦)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
આ ખતમ થવાવાળી દુનિયામાં ખાલી એકજ વસ્તુ એવી છે કે જે કયામત સુધી બાકી રહેશે તે કુરઆને મજીદ છે. તો તમે આ કિતાબને તમારી માટે લીડર માનો એટલે તમે હિદાયત સુધી અને સીધા રસ્તા સુધી પોહચી શકો. અને આ કુરઆનથી બધા કરતા વધારે એ નજીક છે જે આ કિતાબ ઉપર અમલ કરે છે પછી ભલે તેને તે અમલવાળી આયત યાદ ન હોય, અને આ કુરઆનથી એ આદમી ઘણો બધો દૂર છે જે કુરઆનની આયતો ઉપર અમલ નથી કરતો પછી ભલે તે તેને યાદ કરેલ હોય અને પઢતો હોય.
(ઈર્શાદુલ કુલુબ પેજ ૧૦૨)
હઝરત ઈમામ હસન અલય્હિસ્સલામ ફરમાવે છે:
મે એક રાતના મારી મમ્મી જનાબે ફાતેમહ ઝહરા સલામુલ્લાહ અલય્હા ને પૂરી રાત ઇબાદત કરતા જોયા (કે વધારે પડતાં તેઓ દરરોજ રાત્રે ઇબાદત કરતા) અને પછી સહર ના સમયે સજદામાં જઈને બધાજ પાડોસીના નામ લઈને દુઆ કરતા રહિયા, અહીંયા સુધી કે ફજરનો ટાઇમ થઈ ગયો પછી હું મારા માદરે ગીરામી પાસે ગયો અને પૂછ્યું કે તમે બધા માટે દુઆ કરી આપણી માટે? તો જનાબે ફાતેમહ ઝહરા સ.અ ફરમાવે છે પહેલા પાડોસી માટે પછી આપણા ઘરમાં રહેતા લોકો માટે.
(એલલુશ શરાએઅ ભાગ ૧ પેજ ૫૯૩)