હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ

હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: મોમીનની પાંચ નિશાનીઓ છે:
1. દરરોજ એકાવન રકાત નમાઝ પઢતો હોય (૧૭ વાજીબ અને ૩૪ મુસ્તહબ)
2. જમણા હાથમાં વીટી પેહેરતો હોય (અમુક હદીસમાં છે અકીકની વીટી પેહરે)
3. ખાક ઉપર સજદો કરે
4. બિસ્મિલ્લાહ હીર રહમાન નિર રહીમ ઊંચા અવાજથી પઢે
5. અરબઈનના દિવસે ઝિયારતે અરબઈન પઢે

(મફાતેહુલ જીનાન અને વસાએલુશ શીઆ ભાગ ૧૦ પેજ ૨૭૩)
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: જે ઇન્સાન લોકોની સામે (ગુનાહ કરવામાં) બેશરમ હોય છે તો તેના દિલમાં અલ્લાહ તઆલા થી પણ ડર હોતો નથી.

(બિહારૂલ અનવાર ભાગ ૬૮ પેજ ૩૩૭)
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: અય મારા ફરઝંદ મહદી (અ.ત.ફ.શ) જયારે તમારો ઝહુર થશે ત્યારે જે લોકો દીનથી ફરાર થઈ ગયેલ છે તેઓ પાછા પોતાના આશ્યાનામાં આવી જશે.

(કમાલુદ દીન ભાગ ૨ પેજ ૨૫૦)
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: લડાઈ જગદો ન કરો કેમકે તેનેથી તમારો એહતેરામ ખતમ થઈ જશે અને મસ્તી મજાક ન કરો કેમકે તેની સામે તેઓ બેશરમ થઈ જશે.

(તોહફૂલ ઓકુલ પેજ ૩૮૦)
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: ઇબાદત ખાલી વધારે નમાઝ અને રોઝા નું નામ નથી, પરંતુ ઇબાદત હકીકતમાં અલ્લાહના કાર્યોમાં વધારે ચિંતન અને મનન કરવાનું નામ ઇબાદત છે.

(તોહફૂલ ઓકુલ પેજ ૪૪૮)
છેલ્લા ઝમાના ના લોકો એક સમય એવો આવશે કે લોકોના ચેહરા ખુશખુશાલ હશે પરંતુ તેઓના દિલ ઉદાસ હશે, અને સુન્નતે રસૂલને બિદઅત સમજવા લાગશે અને બિદઅતને સુન્નત સમજવા લાગશે, ત્યારે મોમીનને ધિક્કાર મળશે અને મુનાફિકને ઈજ્જત અને માન આપવામાં આવશે.

(અલ્હયાત ભાગ ૨ પેજ ૩૧૧)
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: બધાજ લોકોની સાથે સારી રીતે "મીઠું બોલી" વાતો કરો ચાહે તે મોમીન હોય કે બીજા કોઈ ધર્મનો હોય, મોમીન સાથે તો જરૂરી છે સારી રીતે વાતો કરો કેમકે તે મોમીન છે મગર બીજા ધર્મના લોકો સાથે પણ સારી રીતે નરમાશથી વાતો કરો કારણકે તેમ કરવાથી તે તમારા ઈમાન તરફ રસ ધરાવશે. અગર તે રસ ન પણ ધરાવે તો પણ вашей આવી રેણીકેણીની લીધે તમને અને બીજા મોમીન ભાઈઓને નુકસાન નહિ પોહચાડશે.

(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧૨ પેજ ૨૦૧)
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: જ્યારે પણ કોઈ ઇન્સાન ઉપર મુસીબત અને તકલીફ આવે છે, તો અમુક સમયે તેમાં અલ્લાહ તરફથી કોઈ મસ્લેહત અને નેઅમત હોય છે.

(તોહફૂલ ઓકુલ ભાગ ૨ પેજ ૪૮૬)
નોટ/કિસ્સો: ક્યારેક ઇન્સાન ઉપર તકલીફ આવે છે તો તે ફક્ત દેખાવ જોઈને ફરિયાદ કરે છે અને અપશબ્દ બોલી શકે છે, પરંતુ અંદરની હકીકત સમજતા નથી. અમુક વધુ દીનદાર લોકો આ મસ્લેહતને જાણતા હોય છે અને દરેક હાલતમાં અલ્લાહનો શુક્ર કરે છે.
એક કિસ્સો: એક વખત ત્રણ ચાર ભાઈ ફરવા માટે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે અને રસ્તા માટે જમવાની વ્યવસ્થા પણ સાથે કરીને લઈને જાય છે રસ્તામાં જયારે ભૂખ લાગે છે તો એક જગ્યા ઉપર ગાડી રોકે છે અને જે ખોરાક સાથે લઈને આવ્યા હતા તેની પકાવાની તૈયારી કરવા લાગે છે અને પછી ચૂલામાં વસ્તુ મૂકીને નમાઝ પઢવા જાય છે અને જયારે નમાઝ પઢીને પાછા આવી રહ્યા હતા તો શું જોવે છે કે એક જાનવર તે તપેલીમાં પેશાબ કરી રહ્યું છે તો તે લોકો આ દ્રશ્ય જોઈને તે જાનવરને મારવા દોડે છે તે જાનવાર તો ભાગી જાય છે મગર આ લોકો ભૂખના લીધે તે જાનવરને અપશબ્દ બોલી બેઠે છે પછી જે થોડો ઘણો નાશતો સાથે લઈને આવ્યા હતા તેનાથી ગુજારો કરી અને પછી તે વાસણ ખાલી કરવા જાય છે તો શું જોવે છે તે વાસણની અંદર એક કાળો બિચ્છુ મરેલો પડ્યો છે, હવે તે લોકોને એ જાનવર ઉપર દયા આવી રહી હતી કેમકે હવે તેઓને અસલિયત ખબર પડી ગઈ હતી કે અગર આ જાનવર ન આવ્યું હોત અને તેની ઉપર પેશાબ ન કર્યુ હોત તો આપણે બધા આ ખોરાક ખાયને મરી ગયા હોત અને કુરઆને મજીદમાં પણ સૂરએ ઇન્શેરાહમાં કેહવામા આવ્યું છે કે બેશક સખતી પછી આસાની છે તો જે પણ વસ્તુ અલ્લાહ તરફથી હોય તેમાં સબ્રથી કામ લેવું જોઈએ અને અલ્લાહ ઉપર હમેશા ભરોસા રાખવો જોઈએ અને શૈતાનથી હંમેશા દૂર રેહવું જોઈએ.
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: તમારો બેહતરીન ભાઈ એ છે જે તમારી ભૂલને ભૂલી જાય અને તમારા એહસાન અને નેકી ને યાદ રાખે.

(બિહારૂલ અનવાર ભાગ ૭૮ પેજ ૩૭૯)
હઝરત ઈમામ અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: કોઈની સામે હાથ લંબાવવા પહેલા જેટલી થઈ શકે એટલી સબ્ર કરો કેમકે દરરોજ એક નવું રિઝ્ક નક્કી કરવામાં આવે છે.

(મીઝાનુલ હિકમત ભાગ ૫ પેજ ૧૬૭)
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહની બનાવેલી તમામ વસ્તુ ઉપર અમે હુજ્જત છીએ અને અમારી દાદી જનાબે ફાતેમહ અમારી ઉપર હુજ્જત છે.

(તફસીરે અત્યબુલ બયાન ભાગ ૧૩ પેજ ૨૫૫)