હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
હકીકતમાં લોકો દુનિયાના ગુલામ છે અને દીન ફકત તેની જીભ ઉપર જ હોય છે, જ્યાં સુધી દીન તેને ફાયદો પોહચાડે છે ત્યાં સુધી લોકો દીનદાર દેખાય છે અને જયારે તેની ઉપર કોઈ પરેશાની અને તકલીફ આવે છે ત્યારે દીનદાર લોકો ખુબજ ઓછા જોવા મળે છે.
(મીઝાનુલ હિકમત ભાગ ૨ પેજ ૪૪)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ મોમીન ભાઈની પરેશાનીઓને દુર કરશે, તેની મદદ કરશે તો અલ્લાહ તઆલા તેની દુનિયા અને આખેરતની મુશ્કેલીઓ દૂર કરી દેશે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૫ પેજ ૧૨૧)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
બાદશાહ લોકોની ઉપર હુકુમત (સત્તા) કરે છે
અને ઇલ્મ બાદશાહો ઉપર હુકુમત કરે છે
(અમાલી શૈખ તુસી પેજ ૫૬)
અને ઇલ્મ બાદશાહો ઉપર હુકુમત કરે છે
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જો કોઈ મારા જમણા કાન માં આવીને મને ન બોલવા જેવું બોલે અને પછી ડાબા કાનમાં આવીને માફી માંગી જાય તો હું તેને માફ કરી દેશ.
કેમકે રસૂલે ખુદા સ.અ.વ. ફર્માવ્યું છે કે જે કોઈ બીજા ની ભૂલો ને માફ નહિ કરે તે જન્નત માં દાખલ નહિ થઈ શકશે.
(અહકાકુલ હક ભાગ ૧૧ પેજ ૪૩૧)
કેમકે રસૂલે ખુદા સ.અ.વ. ફર્માવ્યું છે કે જે કોઈ બીજા ની ભૂલો ને માફ નહિ કરે તે જન્નત માં દાખલ નહિ થઈ શકશે.
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ જયારે "૨૮ રજબ" ના મદીના થી નીકળી રહ્યા હતા ત્યારે ફરમાવ્યું:
હું મારા નાના ની કોમ ની ઇસ્લાહ (સુધારવા) માટે અને અમ્ર બિલ મારૂફ (લોકો ને નેકી ની હિદાયત કરવા માટે) અને નહિ અનિલ મુન્કર (લોકો ને બુરાઈ થી બચાવા) માટે નીકળી રહ્યો છું
(અલ્કામિલ ફિત તારીખ ભાગ ૪ પેજ ૧૬)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેશક લોકો દુનિયાના ગુલામ છે અને ધર્મ તો ફકત તેની જીભ ઉપર જ જોવા મળે છે અને ધર્મને તો તેઓએ પોતાની ઝિંદગી ના લાભ માટે રાખેલ છે જયારે તેઓની ઉપર કોઈ તકલીફ આવે છે ત્યારે અમુક લોકો જ ખાલી દીન ઉપર બાકી રહે છે (બીજા બધા ફરાર કરી ધર્મ થી મોઢું ફેરવી લે છે)
(તોહફુલ ઓકુલ ભાગ ૧ પેજ ૨૪૫)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેહતરીન લોકો એ છે જે ઇન્સાને બોલચાલ બંધ કરી દીધી છે તેમની પાસે જાય અને સમાધાન કરે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૪૦૦)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઈબાદત કરનાર ત્રણ પ્રકારના છે:
1. અમુક લોકો એવા છે જે અલ્લાહ ની ઇબાદત, જન્નત માટે કરે છે – આ ઇબાદત કરનાર ને વેપારી કેહવાય
2. અમુક લોકો એવા છે જે અલ્લાહ ની ઇબાદત, અલ્લાહ થી ડરે છે એટલે કરે છે – આ ઇબાદત કરનાર ને ગુલામ કેહવાય
3. અમુક લોકો એવા છે જે અલ્લાહ ની ઇબાદત, શુક્ર કરવા માટે કરે છે – આ ઇબાદત કરનાર ને આઝાદ કેહવાય અને આ લોકો સર્વ થી બેહતરીન ઇબાદત કરનાર છે.
(તોહફુલ ઓકુલ પેજ ૨૬૪)
1. અમુક લોકો એવા છે જે અલ્લાહ ની ઇબાદત, જન્નત માટે કરે છે – આ ઇબાદત કરનાર ને વેપારી કેહવાય
2. અમુક લોકો એવા છે જે અલ્લાહ ની ઇબાદત, અલ્લાહ થી ડરે છે એટલે કરે છે – આ ઇબાદત કરનાર ને ગુલામ કેહવાય
3. અમુક લોકો એવા છે જે અલ્લાહ ની ઇબાદત, શુક્ર કરવા માટે કરે છે – આ ઇબાદત કરનાર ને આઝાદ કેહવાય અને આ લોકો સર્વ થી બેહતરીન ઇબાદત કરનાર છે.
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
કદી પણ બેકાર વાત ન બોલો કેમકે મને ડર લાગે છે કે તમો ગુનાહ ન કરી બેઠો, અને જયારે પણ સારી વાત બોલવાનો મોકો મળે તો ફાયદો હોય તો જ બોલો.
(બિહારૂલ અનવાર ભાગ ૧૦ પેજ ૧૨૭)
નોટ: ઈમામ આવા સખ્ત સમય માં પણ પોતાના અસહાબ ની કેટલી ચિંતા કરતા હતા, મારા સાથીઓ માંથી જો કોઈ ની ઉપર કર્ઝ અથવા અમાનત હોય તો પેહલા તેને અદા કરો પછી જાન આપો અને શહીદ થાવ. અને આપણા જમાના માં આપણે કેવી રીતે અને શું શું કરીને સારા કાર્યો કરવાની કોશિશ કરીએ છીએ તો શું બીજા લોકો ના હક છીનવી ને સારા કાર્યો કરવાનો ફાયદો થશે?
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ ગુનાહોના વડે પોતાના મકસદ સુધી પોહચવા માંગતો હોય તો તે ખુબજ મોડો તેની આરઝુઓ સુધી પોહચશે અને ખુબજ જલ્દી જે વસ્તુ થી ડરતો હશે ત્યાં પોહચી જશે.
(બિહારૂલ અનવાર ભાગ 78 પેજ 120)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
હકીકતમાં લોકો દુનિયાના ગુલામ છે અને દીન ફકત તેની જીભ ઉપર જ હોય છે, જ્યાં સુધી દીન તેને ફાયદો પોહચાડે છે ત્યાં સુધી લોકો દીનદાર દેખાય છે અને જયારે તેની ઉપર કોઈ પરેશાની અને તકલીફ આવે છે ત્યારે દીનદાર લોકો ખુબજ ઓછા જોવા મળે છે.
(મીઝાનુલ હિકમત ભાગ ૨ પેજ ૪૪)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે આંખો રડે છે અને જે દિલ ડરે છે તેમની ઉપર અલ્લાહ ની રહમત નાઝીલ થાય છે.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧૧ પેજ ૨૪૫)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ કરબલા માં દુશ્મનો ને ખેતાબ કરી ફરમાવે છે:
હું તમને હિદાયત ના રસ્તા ઉપર ચાલવાની નસીહત કરૂ છું જો તમે મારી વાત સ્વીકારશો તો કામયાબ થશો અને જો તમે મારી વાત નહિ સાંભળો અને નહિ સ્વીકારશો તો ગુનેહગાર બનશો, તમો મારી વાત નહિ માનતા કારણકે તમારા પેટ માં હરામ નો માલ છે (અને જેના પેટ માં હરામ જાય છે તેઓ સારી વાતો નથી સાંભળતા અને તેની કોઈ પણ ઇબાદત પણ કબૂલ નથી થતી)
(શરહે અહકકુલ હક ભાગ ૧૧ પેજ ૬૨૪)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જ્યારે પણ ઠંડુ પાણી પીઓ ત્યારે મને યાદ કરજો અને જયારે કોઈ મુસાફિરની પરેશાનીને સાંભળો તો મારી શહાદતને યાદ કરજો
(દમઅતુસ સાકેબા પેજ ૩૫૦)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
શું તમે નથી જોઈ રહ્યા કે હક ઉપર અમલ નથી થઈ રહ્યો અને બાતિલ (બુરાઈ) ના કાર્યો ને કોઈ રોકતું નથી ત્યારે મોમીન ને અલ્લાહ સાથે મુલાકાત કરવી જોઈએ (એટલે મરીને દીને ઇસ્લામ ને બચાવે) બેશક હું મોત ને સઆદાત સિવાય બીજું કંઈ નથી સમજતો અને ઝાલીમો અને અત્યાચારો સાથે રેહવું ખુબજ નંગ સમજુ છું.
(તોહફૂલ ઓકુલ પેજ ૨૪૫)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
એક જવાન છોકરો હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ પાસે આવે છે અને તે કહે છે હું એક મોટો ગુનેહગાર ઇન્સાન છું અને હું ગુનાહ છોડી શકતો નથી મને કોઈ નસીહત કરો.
ઈમામ હુસૈન અ.સ ફરમાવે છે પાંચ કામ અંજામ આપો પછી જે કરવું હોય તે કરો:
1. અલ્લાહનું રિઝ્ક ખાવાનું બંધ કરી દયો પછી જે કરવું હોય તે કરો.
2. અલ્લાહ ની હુકુમત માંથી બહાર ચાલ્યા જાવ પછી જે કરવું હોય તે કરો.
3. કોઈ એવી જગ્યા ઉપર ચાલ્યા જાવ જ્યાં તમને અલ્લાહ ન જોવે પછી જે કરવું હોય તે કરો.
4. જયારે મલકુલ મોત તમારી રૂહ કબ્ઝ કરવા આવે તો તેમને ભગાડી દેજો પછી જે કરવું હોય તે કરજો.
5. જયારે જહન્નમનો ફરિશતો તમને જહન્નમ માં નાખવા આવે ત્યારે જહન્નમ માં નહિ જતા પછી જે કરવું હોય તે કરો.
(બિહારૂલ અનવાર ભાગ ૭૮ પેજ ૧૨૬)

અય લોકો ! અલ્લાહ તઆલાએ બંદાઓ ને એ માટે પૈદા કર્યા કે તેઓ અલ્લાહ ને ઓળખે અને જયારે લોકો અલ્લાહ ને ઓળખી લઈ તો તેની ઇબાદત કરે અને જયારે તેની ઇબાદત કરવા લાગ્યા તો પછી બીજા બધા ની ઇબાદત થી દુર રહો.
(બિહારૂલ અનવાર ભાગ ૫ પેજ ૩૧૨)
બુધ્ધિશાળી માણસ કેવો હોય છે?
હ. ઈમામ હુસૈન અલય્હિસ્સલામ:
બુધ્ધિશાળી માણસ એવી વ્યક્તિ સાથે વાત જ નથી કરતો કે જે તેને જુઠલાવે, એવા માણસ પાસે માંગતો જ નથી કે જે ન આપે, એવા માણસ પર ભરોસો જ નથી કરતો કે જે ગદ્દારી કરે અને એવી વ્યક્તિ થી ઉમ્મીદ જ નથી રાખતો કે જેના થી અપેક્ષા રાખવી નકામી હોય.
(હયાતુલ ઈમામિલ હુસૈન ભાગ ૧ પા. ૧૮૦)
બુધ્ધિશાળી માણસ એવી વ્યક્તિ સાથે વાત જ નથી કરતો કે જે તેને જુઠલાવે, એવા માણસ પાસે માંગતો જ નથી કે જે ન આપે, એવા માણસ પર ભરોસો જ નથી કરતો કે જે ગદ્દારી કરે અને એવી વ્યક્તિ થી ઉમ્મીદ જ નથી રાખતો કે જેના થી અપેક્ષા રાખવી નકામી હોય.
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ લોકોની ખુશી માટે અલ્લાહ ને નારાઝ કરશે; તો અલ્લાહ તેને લોકો ના હવાલે કરી દેશે.
(એટલે તેને દુનિયામાં પણ નુકસાન અને આખેરતમાં પણ નુકસાન ઉઠાવવું પડશે)
(બિહારૂલ અનવાર ભાગ ૭૫ પેજ ૧૨૬)
(એટલે તેને દુનિયામાં પણ નુકસાન અને આખેરતમાં પણ નુકસાન ઉઠાવવું પડશે)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ મોમીન ની પરેશાનીને સમજીને તેની પરેશાની દૂર કરે છે તો અલ્લાહ તઆલા તેની દુનિયા અને આખેરત સુધારી દે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૫ પેજ ૧૨૨)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
લોકોમાંથી ખુબજ વધારે દાન કરનાર ઇન્સાન એ છે કે જેની પાસે કોઈ મદદની આશા ન રાખી હોય તો પણ તે મદદ કરે.
(કશફૂલ ગમ્મા ભાગ ૨ પેજ ૨૯)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
રસુલે ખુદા સ.અ.વ ના સમયે મુનાફિકોની ઓળખાણ અલી અ.સ અને તેમના બચ્ચાઓથી દુશ્મનીથી હતી.
(ઓયુને અખબારે રઝા ભાગ ૨ પેજ ૬૭)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમો એ લોકોની જેવા નહિ બનતા કે જેઓ પોતાના ગુનાહો થી તો નથી ડરતા પણ બીજા લોકો ના ગુનાહ જોયને અફસોસ કરે છે.
(તોહફુલ ઓકુલ પેજ ૨૭૩)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
ખૂબજ દુઃખદ વાત છે કે ઇન્સાન અલ્લાહની કોઈ ના-ફરમાંની ને જોવે અને તેને નજરઅંદાજ કરે, જયારે કે લોકો માટે જરૂરી છે કે તે બુરાઈ નો વિરોધ કરે અને નહિ અનિલ મુન્કર અંજામ આપે.
(વસાએલુશ શીઆ ભાગ ૧૬ પેજ ૧૨૫)
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેશક તમારી તરફ લોકો જ્યારે પોતાની હાજત અને જરુરત માટે આવે છે તો આ અલ્લાહ તરફ થી તમારી ઉપર એક નેઅમત છે, અને આ નેઅમત થી ભાગો નહિ,
નહીંતર આ નેઅમત તમારી પાસે લઈને બીજા કોઈને સોપી દેવામાં આવશે.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧૨ પેજ ૨૦૯)
નહીંતર આ નેઅમત તમારી પાસે લઈને બીજા કોઈને સોપી દેવામાં આવશે.
નોટ: તો હમેશા યાદ રાખજો કે લોકો ની હાજત પૂરી કરવી અને જરુરત પૂરી કરવી ઇલાહી નેઅમત છે જે તમને અલ્લાહે બીજા ને આપવાનું કહ્યું છે અને તમે અલ્લાહ તરફ થી અમીન અને અમાનતદાર છો. જ્યારે કોઈ તમારી પાસે માંગવા આવે તો અતા કરો નહીંતર બીજી કોઈને અમાનતદાર બનાવી દેવામાં આવશે અને તમારો માલ, દોલત વગેરે ખતમ થઈ જશે.
ખાલી માલ અને દોલત થી જ મદદ નથી થતી; કોઈ પાસે ઇલ્મ, ઓહદા, શોહરત, તાકત, કુદરત, હુકુમત વગેરે હોય તો તેને પોતાની તાકત પ્રમાણે લોકોની મદદ કરવું જોઈએ.
જો કોઈ જાણી બુઝીને કોઈની મદદ નથી કરતો તો તેની પાસે થી આ ઇલાહી નેઅમત છીનવી લેવામાં આવશે.
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ફરમાવે છે:
મોમીન શખ્સ તે છે જે ખરાબ કામ પણ નથી કરતો અને તેને માફી માંગવાની જરુરત પણ નથી પડતી અને મુનાફિક શખ્સ એ છે જે દરરોજ ખરાબ કામો કરે છે અને હંમેશા માફી માંગતો રહે છે.
(તોહફુલ ઓકુલ પેજ ૨૪૮)