હઝરત ઈમામ મહદી અલય્હિસ્સલામ

હઝરત ઈમામ મહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: તમે બધા લોકો એવું કામ કરો કે તમારાં દિલમાં અમારી પ્રત્યે મોહબ્બત વધે અને તમે અમારાથી નજીક થાવ.

(બિહારૂલ અનવાર ભાગ ૫૩ પેજ ૧૭૬)
હઝરત ઈમામ મહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: અમે તમારી બધીજ જાણકારી રાખીએ છીએ અને તમારી કોઈ પણ ખબર અમારાથી છૂપાયેલી નથી.

(બિહારૂલ અનવાર ભાગ ૫૩ પેજ ૧૭૫)
હઝરત ઈમામ મેહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: તમો બધા એવું કામ કરો કે જેના થકી અમારાથી નજીક થાવ અને અમારી થી મોહબ્બત વધે, અને એવું કામ ન કરો કે જેના થકી અમે નારાઝ થઈ જઈએ અને અમારાથી દૂરી નું કારણ બનો, કેમકે અલ્લાહ અચાનક ઈન્સાનને મોત આપે છે અને મોતના સમયે તોબા કરવું પણ કામ નહિ આવે, અને પછી તમે અફસોસ કરતા રહી જશો અને ગુનાહો ના કારણે તમને નજાત નહિ મળી શકશે.

(બિહારૂલ અનવાર ભાગ ૩૫ પેજ ૧૭૪)
હઝરત ઈમામ મેહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ થી ડરો અને તકવા ઇખ્તેયાર કરો અને જે અમારા હુક્મ છે તેને સ્વીકારો અને તમારા કામોને અમારા હવાલે કરી દયો કેમકે અમારી જવાબદારી છે તમારા કામોને સફળતા પૂર્વક પૂરા કરવી અને મારફત તથા ઓળખાણ અમારી થકી જ છે. જે વસ્તુ તમારા થી છૂપાવી રાખવામાં આવી છે તેને ઝાહિર કરવાનો પ્રયત્ન ન કરો.

(અલ્ગીબહ તુસી ભાગ ૧ પેજ ૨૮૫)
હઝરત ઈમામ મેહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: નમાઝ સિવાય બીજી કોઈ એવી વસ્તુ નથી કે જે શૈતાનને પોતાનું નાક જમીન ઉપર ઘસડાવે, તો પછી નમાઝ અદા કરો અને શૈતાનનું નાક જમીન ઉપર ઘસડાવો.

(બિહારૂલ અનવાર ભાગ ૫૩ પેજ ૧૭૨)
હઝરત ઈમામ મેહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: કોઈપણ ઇન્સાનનો માલ તેની ઇજાઝત વગર વાપરવો અને ખર્ચ કરવો યોગ્ય નથી.

(વસાએલુશ શીઆ ભાગ ૨૫ પેજ ૩૮૬)
હઝરત ઈમામ મેહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: હું રસૂલે ખુદા નો છેલ્લો નાયબ છું. મારા થકી અમારા શિયાઓ ઉપર અને અમારી ઓળખાણ રાખનારાઓ ઉપરથી પરેશાનીઓ અને તકલીફો દૂર રાખવામાં આવી છે.

(અવાલેમુલ ઓલુમ ભાગ 23 પેજ ૫૮)
હઝરત ઈમામ મેહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: તમો લોકોની ખિદમત કરો અને ઘરમાં એવી જગ્યા ઉપર બેઠો કે જ્યાં લોકોને તમારી સાથે મુલાકાત કરવામાં આસાની રહે અને લોકોની પરેશાનીઓ દૂર કરો.

(કલેમતુલ ઈમામુલ મેહદી અ.સ પેજ ૫૬૫)
હઝરત ઈમામ મહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: હક અમારા પાસે અને અમારી વચમાં છે, જો અમારી સિવાય બીજું કોઈ આવી રીતે કહે તો તે ખોટો છે અને ખોટી વાત ફેલાવે છે.

(કમાલુદ દીન અને તમામુન નેઅમહ ભાગ ૨ પેજ ૫૧૦)
હઝરત ઈમામ મહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: તમો બધા એવા અમલ કરો જેના થકી તમો અમારાથી નજીક થઈ જાવ અને અમે તમને ચાહવા લાગીએ, અને એવા કાર્ય ન કરો જે અમને પસંદ નથી, જેના થકી તમો અમારાથી દૂર થઈ જાવ. કેમકે ઇન્સાનને અચાનક મોત આવવાની છે અને ત્યારે તોબા ફાયદો નહિ પોહચાડે અને અફસોસ પણ કઈ કામ નહિ આવે.

(બિહારૂલ અનવાર ભાગ ૫૩ પેજ ૧૭૪)
હઝરત ઈમામ મહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: નમાઝ સિવાય બીજી કોઈ એવી વસ્તુ નથી કે જે શૈતાનને પોતાનું નાક જમીન ઉપર ઘસડાવે, તો પછી નમાઝ અદા કરો અને શૈતાનનું નાક જમીન ઉપર ઘસડાવો.

(બિહારૂલ અનવાર ભાગ ૫૩ પેજ ૧૭૨)
હઝરત ઈમામ મહદી અલય્હિસ્સલામ ફરમાવે છે: અમે તમારા વિશે બેદરકારી નથી કરતા અને તમારી યાદથી ગાફિલ પણ નથી, જો એવું હોત તો તમો પરેશાની અને તકલીફોમાં પડી ગયા હોત અને દુશ્મને તમારા ટુકડે ટુકડા કરી નાખ્યા હોત.

(બિહારૂલ અનવાર ભાગ ૫૩ પેજ ૭૨)