હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ

હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: તે અમારો શીઆ નથી કે જે એકલો હોય ત્યારે અલ્લાહ તઆલાથી ન ડરે.
(બસાએરૂદ દર્જાત ભાગ ૧૦ પેજ ૨૪૭)
વધારે પડતાં લોકો ગુનાહ ક્યારે કરે છે જયારે તે એકલા હોય ત્યારે, અને એમ સમજે છે કે મને કોઈ જોઈ નથી રહ્યું, મગર તે ભૂલી જાય છે કે અલ્લાહ બધીજ જગ્યાએ હોય છે અને જ્યાં કોઈ ન હોય ત્યાં અલ્લાહ જરૂર હોય છે અને અલ્લાહે આપણા ખંભા ઉપર બે બે સીસી કેમેરા ગોઠવેલ છે તેનાથી કોઈ પણ વસ્તુ કયારેય છુપીને રહી શકતી નથી. અને શીઆ તો એ છે કે જે કોઈ દિવસ ગુનાહ ન કરે ખાસ કરીને જયારે એકલો હોય ત્યારે ગુનાહ ન કરે, અને અલ્લાહને ધ્યાનમાં રાખે કે અલ્લાહ બધુજ જોવે છે, બધાથી બચી શકો છો પણ યાદ રાખો કે અલ્લાહથી બચીને નથી રહી શકવાના.
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: પરહેઝી કરવું એ વસ્તુને ન કેહવાય કે બધીજ વસ્તુ ખાવા પીવાનું બંધ કરી દીએ, પરંતુ પરહેઝી એ વસ્તુને કેહવાય છે કે તમે તે વસ્તુને ઓછું કરી દિયો.
(કાફી ભાગ ૮ પેજ ૨૯૧)
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: હરામ કોઈ દિવસ ફાયદો નથી પોહચાડતું અગર ફાયદો પોહચાડે તો પણ તેમાં બરકત નથી હોતી, અગર તેને રાહે ખુદામાં ખર્ચ કરવામાં આવે તો પણ તેમાં કંઇ સાવાબ નથી મળતો.
(ઉસુલે કાફી બાબે કાસિબ હદીસ ૭)
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે ઘરમાં ફાતેમહ નામની છોકરી હોય છે તે ધરમાં ગરીબી નથી આવતી.
(કાફી ભાગ ૬ પેજ ૧૯)
મોમીન ની રૂહનું તેમના ધરે આવવું હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામની પાસે એક સહાબી કે જેનું નામ ઇસહાક હતું આવે છે અને પુછે છે શું મોમીનની રૂહ તેમના કુટુંબને મળવા માટે તેમના ઘરે આવે છે?
ઈમામ ફરમાવે છે: હા;
તે સહાબી પુછે છે કયારે?
ઈમામ ફરમાવે છે: જેટલી જેની ફઝીલત અને મરતબો વધારે તે એટલી વખત વધારે આવે છે, અમુક રૂહ દરરોજ, અમુક રૂહ બે દિવસે એક વખત, અમુક ત્રણ દિવસે એક વખત, અને જેનો મરતબો ઓછો છે તે જુમ્મા ના દિવસે આવે છે.
સહાબી પુછે છે ક્યાં સમયે આવે છે?
ઈમામે ફરમાવ્યું: ઝોહરના આજુ-બાજુ ના સમયમાં.
સહાબી પુછે છે કઈ સુરત અને શકલમાં આવે છે?
ઈમામે ફરમાવ્યું: ચકલીની સુરતમાં અથવા બીજા કોઈ નાના એવા પક્ષિ ની શકલમાં.
અને તે રૂહની સાથે ફરિશ્તાઓને પણ મોકલવામાં આવે છે જે ધરની સારી વસ્તુ ને જોવામાં તેમની મદદ કરે છે અને ખરાબ વસ્તુને જોવાથી બચાવે છે જેથી તે નારાઝ ન થાય.
(બિહારૂલ અનવર ભાગ ૬૦ પેજ ૨૫૭)
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: જન્નતમાં રજબ નામની એક નહર છે જે દૂધ કરતા વધારે સફેદ અને મધ કરતા વધારે મીઠી હશે, જે કોઈ પણ રજબ મહિના માં એક રોઝો રાખશે તેને અલ્લાહ તઆલા આ નહેર થી સૈરાબ કરશે.
(તેહઝીબુલ એહકામ ભાગ ૪ પેજ ૩૦૬)
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ ઇન્સાને તકલીફ અને પરેશાની નથી ઉપાડી તેની પાસે નેકી અને ભલાઈ નું કઈ મહત્વ નથી.
(બિહારૂલ અનવાર ભાગ ૭૮ પેજ ૩૩૩)
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે લોકો દરરોજ પોતાનો હિસાબ કિતાબ નથી કરતા તેઓ અમારા (શીઆ) નથી, અને જેઓ હિસાબ કિતાબ કરે છે હિસાબ કિતાબ કર્યા બાદ ખબર પડે કે નેકી કરી છે તો અલ્લાહ તઆલા પાસે દુઆ માંગે કે હજી વધારે નેકી કરવાની તોફીક આપે અને જો ગુનાહ કર્યા છે તો અલ્લાહ તઆલા પાસે માફી માંગે અને તોબા કરે.
(ઉસુલે કાફી ભાગ ૪ પેજ ૧૯૨)
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: જયારે મોમીન ઉપર કોઈ પરેશાની અને મુસીબત આવે છે ત્યારે અલ્લાહ તઆલા ઈલ્હામ કરે છે (દિલ માં વાત નાખે છે) બાર્ગાહે ઈલાહી માં દુઆ કર એટલે તેમારી પરેશાનીઓ દૂર થઈ જશે. અને જો તે દુઆ નહિ કરે તો તેમ ની પરેશાનીઓ નો સમય લાંબો થઈ જશે.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૪૭૧)
ઈમામ કાઝિમ અલય્હિસ્સલામ : જે શબે કદ્રમાં ગુસ્લ કરે અને તુલુએ ફજર સુધી જાગે તો પોતાના ગુનાહોથી બહાર નીકળી જાય છે.
(વસાએલુશ શીઆ ભાગ ૪ પેજ ૨૬૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: નેક ઔરત ની બરાબરી સોના ચાંદી જેવી કોઈ પણ વસ્તુ નથી કરી શકતી કારણકે તે સોના ચાંદી કરતા પણ વધારે બેહતર અને ફાયદા કારક હોય છે.
(વસાએલુશ શિયા ભાગ ૧૪ પેજ ૧૪)
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: નાદાન લોકો સાથે મખમલ ની કુર્સી ઉપર બેઠી ને વાતો કરવા કરતા બેહતર છે કે આલિમ ની સાથે ખાક ઉપર બેઠી ને વાતો કરવી.
(કાફી ભાગ ૧ પેજ ૩૯)
હઝરત ઈમામ મુસા કાઝીમ અલય્હિસ્સલામ ફરમાવે છે: વધારે પડતો ગુસ્સો ગઢપણ ની નિશાની છે.
(તોહફૂલ ઓકુલ પેજ ૪૦૩)
હઝરત ઈમામ મુસા કાઝિમ અલય્હિસ્સલામ ફરમાવે છે: સબ્ર કરવા વાળા માટે તકલીફ એક છે અને જો તે સબ્ર કરવાની તાકત ન રાખે તો તેની માટે તકલીફ બે થઈ જાય છે.
(તોહફુલ ઓકુલ પેજ ૪૧૪)