હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ

હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ તઆલા છોકરાઓ કરતાં છોકરીઓ ઉપર વધારે મહેરબાન છે.
(વસાએલુશ શીઆ)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર કોઈ ગુનાહોનો કફ્ફારો અદા ન કરી શકતો હોય તો તે ખુબજ વધારે સલવાત પઢે કેમકે સલવાત પઢવાથી ગુનાહો ખતમ થઈ જાય છે.
(અમાલી શૈખ સદુક પેજ ૭૩)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: નાના ગુનાહ, મોટા ગુનાહ સુધી પોહચવાનો રસ્તો છે અગર નાના ગુનાહોમાં અલ્લાહની બીક નહિ રાખશો તો મોટા ગુનાહમાં પણ બીક નહિ રહશે.
(ઓયુને અખબારે રઝા ભાગ ૨ પેજ ૧૮૦)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: સગા સબંધીઓની સાથે અને પાડોશીઓની સાથે સારો વર્તાવ કરવાથી રિઝ્કમાં વધારો થાય છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૯૭)
નોટ: રિઝ્ક હાસિલ કરવા માટે આપણે મેહનત કરવી જોઈએ મગર સાથે સાથે આવા સારા કાર્ય પણ કરતા રેહવા જોઈએ જે હદીસોમાં કેહવામા આવ્યું છે. સગા સબંધીઓની સાથે વ્યવહાર રાખશો તો રિઝ્કમાં વધારો થશે અને નહિ રાખશો તો રિઝ્કમાં ઘટાડો થશે. તેવીજ રીતે હદીસોમાં પાડોશીનુ ધ્યાન રાખવાનું પણ કેહવામાં આવ્યું છે અને રાખવું પણ જોઈએ, ચાહે પાડોશી કોઈ પણ ધર્મનો હોય. જો આપણો કોઈ પાડોશી ભૂખ્યો સૂઈ જાય અને આપણે તેનું ધ્યાન ન રાખીએ તો પછી આપણે મુસલમાન ગણાશે નહિ. માટે આપણો ફરજ છે કે આપણે પડોશીનું ધ્યાન રાખીએ અને આવી રીતે આપણા રીઝકમાં વધારો કરીએ.
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર કોઈ પોતાની માટે એમ સમજે કે અમે તમારી સાથે છે અને તે પોતે અલ્લાહની ઇતાઅત નથી કરતો તો તે સંપૂર્ણપણે અમારી સાથે નથી.
(સફીનતુલ બિહાર ભાગ ૨ પેજ ૯૫)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ હઝરત ફાતેમાએ માસુમાએ કુમ સ.અ ની ઝિયારત તેમની મારફતની સાથે કરશે તો તે જન્નતમાં જશે.
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૨ પેજ ૨૬૬)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: જે જીભથી તો તોબા કરે મગર તે દિલમાં અફસોસ ન કરે તો તે પોતાની મજાક ઉડાડે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૮૭ પેજ ૩૫૬)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ તઆલાએ ખાવા પીવાની જે વસ્તુ હલાલ કરી છે તે ઇન્સાન માટે ફાયદા કારક છે એટલે તેને હલાલ કરી છે અને જે વસ્તુ પણ હરામ કરી છે તેમાં ઇન્સાન માટે નુકસાન છે એટલે તેને હરામ કરેલ છે.
(મુસ્તદરકુલ વસાએલ ભાગ ૧૬ પેજ ૩૩૩)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: સંડાસમાં બેસીને કોઈની સાથે વાતો કરવી નહિ અને કોઈને જવાબ આપવો નહિ (કારણકે તે મકરૂહ છે)
(ઓયુને અખબારે રઝા ભાગ ૧ પેજ ૨૭૪)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ પણ જનાબે માસુમાએ કુમની ઝિયારત તેમની મારેફત અને ઓળખાણ સાથે કરશે તો તેની ઉપર જન્નત વાજીબ છે
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૨ પેજ ૨૬૬)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ તઆલાએ માં-બાપનો શુક્રિયા અદા કરવાનું કીધું છે અને આભાર માનવાનો હુક્મ આપ્યો છે તો જે કોઈ પોતાના માં-બાપનો શુક્રિયા અદા નહિ કરે તો તેણે અલ્લાહનો પણ શુક્રિયા અદા નથી કર્યો.
(ખેસાલ પેજ ૧૫૬ હદીસ ૧૯૬)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: બધીજ પરેશાનીનો એક જ ઈલાજ છે "ઇસ્તેગફાર કરો"
અસ્તગફેરુલ્લાહ રબ્બી વ અતુબો એલ્યહે
((اَسْتَغْفِرُ اللّهَ رَبِّی وَ اَتُوبُ اِلَیهِ)) s
વાકીયો: એક ભાઈ ઈમામ અલી રઝા અલય્હિસ્સલામની પાસે આવે છે અને દુકાળ ની ફરિયાદ કરે છે, તો ઈમામ ફરમાવે છે "ઇસ્તેગફાર કરો"

બીજો એક ભાઈ પણ ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ પાસે આવે છે અને તે પોતાની ગરીબી ની દુરી માટે ઈમામ પાસે રાહે હલ માંગે છે, ઈમામ ફરમાવે છે "ઇસ્તેગફાર કરો"

અને એક ત્રીજો ભાઈ ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ પાસે આવે છે અને તે પણ ઈમામ ને કહે છે યા ઈમામ મને કોઈ દીકરો નથી તેની માટે મને કોઈ દુઆ આપો, ઈમામ ફરમાવે છે "ઇસ્તેગફાર કરો"

બધા લોકો ઇસ્તેગફાર કરે છે અને થોડાક સમય પછી કામયાબી મળે છે.

ત્યારે એ જગ્યા ઉપર અમુક લોકો બેઠા હતા તેઓ ઈમામને પુછે છે કે યા ઈમામ ત્રણ લોકો આવ્યા અને ત્રણે લોકો અલગ અલગ સવાલ પુછે છે મગર તેમ ત્રણે લોકોને જવાબ એક જ આપ્યો અને કહ્યું "ઇસ્તેગફાર કરો" એનું કારણ શું?

તો ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ કહે છે મે આ ત્રણે ભાઈઓ નો જવાબ કુરઆન થી આપ્યો છે — સૂરએ નુહ આયત ૧૦-૧૧-૧૨:
{فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا (10) يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا (11) وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا (12)}

એટલે તમે તમારા પરવરદિગાર પાસે માફી માંગો તે ખુબજ વધારે માફ કરવા વાળો છે,
અને તે તમારી માટે ધોધમાર વરસાદ મોકલશે,
અને તે માલ અને ઓલાદ થકી તમારી મદદ કરશે અને તમને નદીઓ અને બગિચાઓ અતા કરશે.

જયારે ઈમામ આવી રીતે કુરઆનથી દલીલ આપી તો બધા લોકો ખુશ થઈ ગયા અને ઈમામની વાહ વાહ કરવા લાગ્યા.
(તફસીરે મજમઉલ બયાન, સૂરએ નુહ)
શાબાન મહિના ના છેલ્લા ભાગમાં આઠ અમલ, આઠમા ઈમામ હઝરત અલી રઝા અલય્હિસ્સલામ થી બયાન થયેલ: અય અબા સલ્ત! શાબાન મહીના નો વધારે પડતો ભાગ ખતમ થઈ ગયો છે હવે જે દિવસો બાકી રહી ગયા છે તેમાં આળસ ન કરો, અને અત્યાર સુધી જે અમલ નથી કર્યા તે અંજામ આપો અને અમલ કરવામાં જલ્દી કરો,

અને અમુક આ અમલ રમઝાન મહિના પહેલા અંજામ આપો તો તમને ફાયદો થશે:
1️⃣ વધારે દુઆ પઢો
2️⃣ વધારે ઇસ્તેગફાર કરો
3️⃣ વધારે પડતું કુરાન પઢો
4️⃣ અલ્લાહ પાસે ગુનાહો ની તોબા કરો એટલે સાચા દિલ થી અલ્લાહ ના મહિના માં રમઝાન મહિના માં દાખલ થાવ.
5️⃣ તમારી પાસે જેની અમાનત અને માલ છે તેને અદા કરી દયો.
6️⃣ તમારા દિલમાં જે મોમિનો માટે નફરત છે તેને દૂર કરો.
7️⃣ જે પણ ગુનાહના કાર્યો કરતા હતા તેને અત્યાર થી જ છોડી દયો અને પરહેઝગારી ઇખતેયાર કરો અને અલ્લાહ ઉપર ભરોસો કરો ઝાહિર માં અને બાતિન માં.
8️⃣ અને બાકી બચેલા દિવસો માં આ ઝીક્ર ખુબજ વધારે પઢો:
«اَللّهُمَّ اِنْ لَمْ تَکُنْ غَفَرْتَ لَنا فیما مَضى مِنْ شَعْبانَ فَاغْفِرْ لَنا فیما بَقِىَ مِنْهُ»
અય અલ્લાહ! જો તે અત્યાર સુધી અમને માફ નથી કર્યા તો શાબાન મહીના માં બાકી બચેલા દિવસો માં અમને માફ કરી દે.
(ઓયુન અખબારે રઝા ભાગ ૨ પેજ ૫૧)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: રમઝાન મહિના ની દરેક રાતના 70,000 (સિત્તેર હજાર) લોકોને માફ કરવામાં આવે છે અને અલ્લાહ તઆલા જેટલા રજબ મહિનામાં, શાબાન મહિનામાં અને રમઝાન મહિનામાં માફ કરે છે એટલા શબે કદ્રમાં માફ કરે છે.

પરંતુ જે લોકો આપસમાં દુશ્મની રાખે છે અને નફરત કરે છે તેઓને અલ્લાહ માફ નથી કરતો, અને જ્યારે તેઓ સમાધાન કરી લે છે અને આપસમાં બોલચાલ શરૂ કરી દે છે તો અલ્લાહ તઆલા તેને માફ કરી દેય છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૫ પેજ ૧૮૮)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહે ઈદ-ઉલ-ફિત્રને ઈદનો દિવસ જાહેર કર્યો છે, જેથી લોકો ભેગા થાય અને અલ્લાહની માટે ઘરની બહાર રણમાં જાય અને અલ્લાહની નેઅમતો માટે અલ્લાહની હમ્દ અને વખાણ કરે.
(મન લા યહઝુરહુલ ફકીહ ભાગ ૧ પેજ ૫૨૨)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: સખી અને દાન કરનાર ઇન્સાન લોકોની દાવત કબૂલ કરે છે, એટલે લોકો પણ તેના દસતરખવાન ઉપર આવીને ખાવાનું ખાય. અને કંજૂસ અને લાલચી ઇન્સાન બીજા લોકોના ઘરનું ખાવાનું નથી ખાતો, કારણ કે લોકો પણ તેના ઘરે આવીને નથી ખાતા.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૩૫૨)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ તઆલાએ માં-બાપનો શુક્રિયા અદા કરવાનું કીધું છે અને આભાર માનવાનો હુકમ આપ્યો છે. તો જે કોઈ પોતાના માં-બાપનો શુક્રિયા અદા નહિ કરે, તેણે અલ્લાહનો પણ શુક્રિયા અદા નથી કર્યો.
(ખેસાલ પેજ ૧૫૬ હદીસ ૧૯૬)
હદીસે સિલ્સિલતુઝ ઝહબ: ઈમામ રઝા પોતાના પિતા ઈમામ કાઝીમથી, ઈમામ કાઝીમ ઈમામ સાદિકથી, ઈમામ સાદિક ઈમામ બાકિરથી, ઈમામ બાકિર ઈમામ સજ્જાદથી, ઈમામ સજ્જાદ ઈમામ હુસૈનથી, ઈમામ હુસૈન ઈમામ અલીથી, ઈમામ અલી રસુલેખુદા થી, અને રસુલેખુદા જિબ્રઇલથી, અને જિબ્રઇલ અલ્લાહ તઆલા પાસે થી આ હદીસ નકલ કરે છે:

અલ્લાહ તઆલા ફરમાવે છે: જે કોઈ "લા ઈલાહા ઇલલ્લાહ" કહેશે તે મારા મજબૂત કિલ્લામાં દાખલ થઈ જશે, અને જે કોઈ મારા કિલ્લામાં દાખલ થશે તે મારા અઝાબથી બચી જશે.

ત્યારબાદ ઈમામે ફરમાવ્યું: પરંતુ તેમાં શરત છે — કે અમને (ઇમામત) ને માનનાર હોય.
(શૈખ સદુક કિતાબે તોહીદ પેજ ૨૫)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ પાસે સારી આશા રાખો: કેમકે અલ્લાહ તઆલા ફરમાવે છે, અમે અમારા બંદાઓની આશા અને ઉમીદ પ્રમાણે વર્તીએ છીએ. જો તેઓ અમાથી સારી આશા રાખે છે તો અમે પણ તેમની સાથે ભલાઈ કરીએ છીએ, પરંતુ જો તેઓ ખરાબ ઉમીદ રાખે છે તો અમે પણ તેમની સાથે બુરો વર્તાવ કરીએ છીએ.
(ઉસુલે કાફી ભાગ ૩ પેજ ૧૧૬)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: તમારા બાળકોને હુકમ આપો કે તેઓ સદકો આપે, ભલે પછી એક રોટલીના ટુકડા જેટલું કેમ ન હોય અથવા એક મુઠ્ઠી જેટલું કેમ ન હોય. કેમકે જે પણ વસ્તુ અલ્લાહ માટે વપરાય, જો તે પાક દિલ અને સાચી નિય્યતથી આપે, તો તેનો સવાબ ખુબજ વધારે છે.
(મિઝાનુલ હિકમત ભાગ ૧ પેજ ૧૦૯)
હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે: ઇબાદત એ માટે ફરજ કરાઈ છે કે લોકો ખુદાને યાદ કરે અને તેને ભૂલે નહિ, તેની સિષ્ટીને યાદ રાખે, તેના હુકમોને ભૂલે નહિ, અને લોકો પોતાને સુધારે અને અલ્લાહના હુકમો પર ટકી રહે. જો લોકોને ઇબાદત વગર રાખવામાં આવ્યા હોત, તો અમુક સમય પછી તેમનું દિલ સખ્ત થઈ જાત.
(ઓયુને અખબારે રઝા ભાગ ૨ પેજ ૧૦૩)