હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
હકીકતમાં મોમીન જયારે નૈકી કરવાની નિય્યત કરે છે મગર તેને અંજામ ન આપે તો તેને એક સવાબ આપવામાં આવશે અને તે નૈકી અંજામ આપે તો તેને દસ સવાબ મળશે, અને અગર કોઈ ખરાબ કાર્ય કરવાની નિય્યત કરે મગર તેને અંજામ ન આપે તો કોઈ પણ વસ્તુ તેની માટે લખવામાં નથી આવતી (અને ગુનાહ કરશે તો તેની સજા ભોગતવી પડશે)
(અલ્કાફી ભાગ ૨ પેજ ૪૨૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
આસમાન ચાલીસ દિવસ સુધી ઈમામ હુસૈન અલય્હિસ્સલામ માટે લોહીના આંસુએ રડ્યું
(મનાકિબ આલે અબી તાલિબ ભાગ ૩ પેજ ૨૧૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ઝિયારતે અરબઈન માં ફરમાવે છે:
અય અલ્લાહ! બેશક હું તને ગવાહ બનાવું છું કે ખરેખર હું તેમનો દોસ્ત છું જે તેમને દોસ્ત રાખે છે અને હું તેનો દુશ્મન છું જે તેમને દુશ્મન રાખે છે, અને મારા માં બાપ તમારી ઉપર કુરબાન થાય અય ફરઝંદે રસુલ! (ઈમામ હુસૈન અલય્હિસ્સલામ)
(ઝિયારતે અરબઈન મફાતીહુલ જીનાન)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે ઘરમાં કુરઆન મજીદની તિલાવત નથી થતી (પઢવામાં નથી આવતું), અલ્લાહ તઆલાને યાદ નથી કરતા તો તે ઘરમાં ત્રણ પરેશાનીઓ આવે છે: 1. તે ઘરમાં બરકત ઓછી થઇ જશે. 2. તે ઘરમાંથી ફરિશ્તાઓ નીકળી જશે. 3. શૈતાન તેના ધરમાં ઘુસી જશે.
(કાફી ભાગ ૨ પેજ ૪૯૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
કયામતના દિવસે રસુલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની ઓલાદ માંથી બધા કરતા પહેલા જનાબે મોહસીન ઇબ્ને અલી અ.સ ની શહાદતનો બદલો લેવામાં આવશે, અને જે એ જનાબે મોહસીન અ.સ ને શહીદ કર્યા તેનો વારો પહેલા લેવામાં આવશે અને પછી કુનફૂઝની વારો લેવામાં આવશે.
(કામેલુઝ ઝિયારત પેજ ૩૩૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અગર કોઈ નમાઝ પઢયા પછી પોતાની જગ્યાએ થી ઉભા થવા પહેલા આ ઝીક્ર ત્રણ વખત પઢશે તો અલ્લાહ તઆલા તેના બધાજ ગુનાહ માફ કરી દેશે પછી ભલે તેના ગુનાહ સમુદ્રની જેટલા હોય:
«أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لَا إِلٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ وَأَتُوبُ إِلَيْهِ»
(કાફી ભાગ ૨ પેજ ૫૨૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
નમાઝમાં છેલ્લા ટાઈમ કરતા વધારે અવ્વલે ટાઇમની ફઝીલત છે એવીજ રીતે કે જેવી રીતે આખેરતની ફઝિલત દુનિયા કરતા વધારે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૨ પેજ ૩૫૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
કયામતના દિવસે બધાજ કરતા વધારે અફસોસ તે લોકો કરશે કે જે ન્યાયની વાતો તો કરતા હશે પરંતુ તેની ઉપર અમલ નહિ કરતા હોય.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૩૦૦)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ જન્નતને બનાવી અને તેને ખુશ્બુથી સુગંધિત કરવામાં આવી અને આ ખુશ્બુની સુગંધ જન્નતી લોકો ૨૦૦૦ વર્ષની દુરીથી સૂંઘી શકે છે મગર આ જન્નતી ખુશ્બુની સુગંધ પણ તેઓના નસીબમાં નથી કે જેઓ માં-બાપની નાફરમાની કરે છે અને પોતાના સગા સબંધીઓ સાથે સબંધ તોડી નાખે છે.
(અલ્ગયબહ શૈખ તુસી પેજ ૧૯૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ત્રણ વસ્તુ કયામતના દિવસે અલ્લાહ પાસે લોકોની ફરિયાદ કરશે:
1. એ સુનસાન અને ખાલી મસ્જિદ ફરિયાદ કરશે કે જેમાં લોકો નમાઝ પઢવા નહિ આવતા હોય.
2. એ આલિમ અને મોલાના, જાહિલો અને અનપઢ લોકોની ફરિયાદ કરશે કે તેમની પાસે કોઈ ઇલ્મ લેવા નહોતુ આવતુ.
3. એ કુરઆને મજીદ જે લોકોના ઘરમાં તો હશે મગર તેને કોઈ પઢતું નહિ હોય અને તેની ઉપર ધૂળ ચડી ગઈ હશે.
(અલ્કાફિ ભાગ ૩ પેજ ૬૧૩)
1. એ સુનસાન અને ખાલી મસ્જિદ ફરિયાદ કરશે કે જેમાં લોકો નમાઝ પઢવા નહિ આવતા હોય.
2. એ આલિમ અને મોલાના, જાહિલો અને અનપઢ લોકોની ફરિયાદ કરશે કે તેમની પાસે કોઈ ઇલ્મ લેવા નહોતુ આવતુ.
3. એ કુરઆને મજીદ જે લોકોના ઘરમાં તો હશે મગર તેને કોઈ પઢતું નહિ હોય અને તેની ઉપર ધૂળ ચડી ગઈ હશે.
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે લોકો પાસે આ ત્રણ વસ્તુ છે તેમની પાસે પુરે પૂરું ઈમાન છે:
1. જયારે તેને ગુસ્સો આવે તો તે પોતાનો હોશ ખોઈ ન નાખે (બેકાબૂ ન થાય).
2. જયારે તે ખુશ થાય ત્યારે તે ખરાબ કાર્યોથી દુર રહે અને ગુનાહના કાર્ય ન કરે.
3. અને જયારે તે કુદરતમંદ થઈ જાય તો તે લોકોને માફ કરી દે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૫ પેજ ૨૦૬)
1. જયારે તેને ગુસ્સો આવે તો તે પોતાનો હોશ ખોઈ ન નાખે (બેકાબૂ ન થાય).
2. જયારે તે ખુશ થાય ત્યારે તે ખરાબ કાર્યોથી દુર રહે અને ગુનાહના કાર્ય ન કરે.
3. અને જયારે તે કુદરતમંદ થઈ જાય તો તે લોકોને માફ કરી દે.
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે ઘરમાં કુરઆન પઢવામાં નથી આવતું અને ઝિક્રે ખુદા નથી થતું ત્યાંથી બરકત ઓછી થઈ જાય છે ફરિશ્તાઓ તે ધર મૂકી ને ચાલ્યા જાય છે અને શૈતાનો તે ધરમાં ઘુસી જાય છે.
(કાફી ભાગ ૨ પેજ ૪૯૯)
નોટ: આપણા રસૂલે આપણને કુરઆન અને એહલેબૈત બન્નેથી જોડાઈને રેહવાનું કીધું છે તો આપણે જેટલી મોહબ્બત એહલેબૈત અ.સ થી કરીએ છીએ એટલી જ મોહબ્બત કુરઆનથી કરવી જોઈએ કેમકે આ બન્ને વસ્તુ જેની પાસે હશે તે હોવઝે કવસરમાં રસૂલે ખુદાને મળી શકશે. કુરઆન પઢવાથી ધરમાં રહમત અને બરકત આવે છે અને ન પઢવાથી ધરમાં પરેશાની અને ગરીબી આવે છે. કુરઆન ન પઢવાથી ઘરમાંથી ફરિશ્તાઓની સાથે સાથે અલ્લાહનો ખાસ ફાઝલો કરમ પણ ખતમ થઇ જાય છે. જે ઘરમાં કુરઆન પઢવામાં નથી આવતું તે ઘરમાં શૈતાન તો આવે છે સાથે સાથે તે ઘરમાં હમેશા લડાઈ અને જગડા થતા રહે છે. તો કુરઆન પઢો, દરરોજ પઢો અને સમજવાની પણ કોશિશ કરો. કુરઆન કયામત સુધી જીવતો અને જાગતો મોઅજીઝો છે.
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અગર કોઈ ઓરત પોતાના શોહરને કહે કે મેં કોઈ દિવસ તમારામાં નૈકી અને ભલાઈ નથી જોઇ તો તેના આમાલ બરબાદ થઈ જશે.
(વસાએલુશ શીઆ ભાગ ૧૪ પેજ ૧૧૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે પણ ઇન્સાન સંડાસમાં (ટોયલેટ) જાય તો પોતાના માથાને ઢાકે (કારણકે આવી રીતે કરવું મુસ્તહબ છે માણસ ટોપી અથવા રૂમાલ પહેરે અને ઓરત પછેડી સ્કાફ મકનો વગેરે... પહેરે)
(તેહઝીબુલ અહકામ ભાગ ૧ પેજ ૨૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
મોટા મોટા ગુનાહો થી પણ મોટો ગુનોહ નમાઝે ફજર (સુબહ) ન પઢવી.
એક શખ્સ હઝરત ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ પાસે આવ્યો અને સવાલ કર્યો: મેં એક ગુનોહ કર્યો છે હવે?
હઝરતે જવાબ આપ્યો: અલ્લાહ તઆલા માફ કરી દેશે.
તે શખ્સ કહે છે: મેં જે ગુનોહ કર્યો તે ખુબજ મોટો છે.
ઈમામે ફર્માવ્યું: અગર પહાડની જેટલા મોટા હશે તો પણ અલ્લાહ તઆલા માફ કરી દેશે.
તે શખ્સ પાછો કહે છે: મારો ગુનોહ ખુબજ મોટો છે.
હઝરત ફરમાવે છે: તે એવો કયો ગુનોહ કર્યો છે?
પછી તે શખ્સ પોતાના ગુનાહની ચોખવટ કરે છે. જયારે તે શખ્સ પોતાની વાત પૂરી કરી લે છે ત્યારે ઈમામ તેમની સામે મુખાતબ થઈને કહે છે: અલ્લાહ તઆલા માફ કરી દેશે, મગર હું તો ડરી ગયો હતો કે તે કદાચ નમાઝે ફજર (સુબહ) તો કઝા નથી કરીને!

(બિહારૂલ અનવાર ભાગ ૮ પેજ ૭૩)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
મોમીન હમેશા પોતાના ઘરવાળાઓને ઇલ્મો-અદબ અને સારા અખલાક શીખવાડતો રહે છે એટલે તે તેઓને જન્નતમાં લઈ જઈ શકે.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧૨ પેજ ૨૦૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અઝાબે કબ્ર તે સખ્તિઓને અને પરેશાનીઓને કેહવામાં આવે છે જે ઈન્સાનની મોત પછી બરઝખમાં તેની કબ્રમાં સહન કરવો પડે છે.
અઝાબે કબ્ર થવાના કારણો:
1 - ચાડી ફૂકવી (ગોસિપ કરવી)
2 - તહારત અને નજાસતનું ધ્યાન ન રાખવું
3 - માણસનું વગર કારણે તેની ઘરવાળીથી દુર રહેવું
4 - પોતાના ઘરવાળાઓ સાથે સારો વ્યવહાર ન કરવો
5 - નમાઝને હલ્કી સમજવી
અઝાબે કબ્ર ન થવાના કારણો:
1 - ઈમામ હુસૈન અ.સ ની ઝિયારત કરવી
2 - નજફમાં વાદીયુસ્સલામમાં દફન થવું
3 - અહલેબૈત અ.સ થી મોહબ્બત કરવી અને ઇતાઅત કરવી
4 - જૂમેરાત અને જુમ્માના દિવસે દફન થવું

(મીઝાનુલ હીકમત ભાગ ૧૫ પેજ ૬૮-૭૦)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બીજા કોઈની તકલીફમાં અને દુખમાં જોય ખુશ ન થાવ, કેમકે પછી અલ્લાહ તઆલા પરેશાન માણસ ઉપર મહેરબાની કરશે અને ખુશ થવાવાળા ઉપર તે પરેશાની આવ્યા દેશે.
અને બીજી એક હદીસમાં છે કે અગર કોઈ બીજાની પરેશાનીમાં ખુશ થશે તો ખુશ થવા વાળાને મારવા પહેલા તે પરેશાની આવશે.
અને બીજી એક હદીસમાં છે કે અગર કોઈ બીજાની પરેશાનીમાં ખુશ થશે તો ખુશ થવા વાળાને મારવા પહેલા તે પરેશાની આવશે.
(અલ્કાફિ ભાગ ૨ પેજ ૩૫૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
તે ઇન્સાન ખોટો છે જે એક કહે કે અમે તમારાથી મોહબ્બત કરીએ છીએ મગર અમારા દુશ્મનોથી નફરત નથી કરતો.
(બિહારૂલ અનવાર ભાગ ૨૮ પેજ 25)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અગર કોઈ અલ્લાહની ખુશી માટે પોતાના મુસલમાન ભાઈની મદદ કરે અથવા તે કામ થઇ જવા માટે કોશિશ કરે તો અલ્લાહ તેને હજારો નૈકીઓ અતા કરશે અને તેના આ કામથી અલ્લાહ તેને અને તેના ખાનદાનને અને તેના પડોશીઓને અને તેના ઓળખીતા લોકોને માફ કરી દેશે.
(કાફી ભાગ ૧ પેજ ૧૯૭ હદીસ ૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જનાબે ફાતેમહ ઝહરા સલામુલ્લાહ શનિવારે સવારે શહીદોની કબ્ર ઉપર (કબ્રસ્તાન) જતા.
(વસાએલુશ શીઆ ભાગ ૨ પેજ ૮૭૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે તમે તમારી દીકરીનું નામ ફાતેમા રાખ્યું છે તો તેને કંઈ ઊંધું સીધું ન બોલો, તેનાથી નફરત ન કરો અને તેને મારો નહિ.
(કાફી ભાગ ૬ પેજ ૪૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
કોઈ પણ ઇન્સાન નમાઝ પછી પોતાની જગ્યાએથી હલયા વગર (તશહુદ અને સલામ પઢયા પછી જેમ બેઠા હતા તેમ) જનાબે ફાતેમહ ઝહરા સલામુલ્લાહ અલયહા ની તસબીહ પઢશે તો અલ્લાહ તઆલા તેને માફ કરી દેશે.
(મકારેમુલ અખલાક પેજ ૨૮૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અગર તમે લોકો ચાહો છો કે તમારી દુઆ કબુલ થાય તો તમારી પૈસાની આવકને પાક રાખો અને લોકોના હકને અદા કરો. કેમકે કોઈ પણ એવા બંદાની દુઆ બારગાહે ઇલાહીમાં નથી પોહચતી જેના પેટમાં હરામનો માલ હોય અથવા તેણે કોઈનો હક છીનવી લીધો હોય.
(મિઝાનુલ હિકમત ભાગ ૪ પેજ ૩૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અય અમારા શીઆ ભાઈઓ! અમારી માટે ઝીનત અને ખુશીનું કારણ બનો બદનામીનું કારણ ન બનો, લોકોની સાથે સારો વ્યવહાર રાખો, સારી રીતે વાતો કરો, અને પોતાની જીભને બચાવીને રાખો અને જીભને નકામી અને ખરાબ વસ્તુથી બચાવીને રાખો.
(વસાએલુશ શીઆ ભાગ ૧૨ પેજ ૧૯૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેશક શરીરમાં જે બીમારીઓ હોય છે તે નખ કાપવાથી અને વાળ કાપવાથી નીકળી જાય છે. એટલે જ લોકોને હુક્મ આપવામાં આવ્યો છે કે અઠવાડિયામાં એક વખત નુરા થકી (કે જે એક જાતનો પાવડર છે) અથવા બીજી કોઈ પણ રીતે વાળ કાપે અને પોતાના નખ કાપે. વાળ અને નખ ખુબજ જલ્દી મોટા થાય છે એટલે આ વાળ અને નખ કાપવાથી શરીરમાં જે બીમારીઓ હોય છે તે બહાર નીકળી જાય છે. જો આ નખ અને વાળ મોટા થઈ જાય અને તેને કાપવામાં ન આવે તો તે વાળ અને નખ થકી જે બિમારી બહાર આવી જોઈએ તે શરીરની અંદર રહી જાય છે અને પછી અલગ અલગ બીમારીઓ અને દુખાવા શરીરમાં થવા લાગે છે.
(તોહીદે મુફઝઝલ ભાગ ૧ પેજ ૭૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અગર કોઈ શખ્સ મોમીન ના વિરોધમાં વાતો કરે અને તે એમ ચાહતો હોય કે તે મોમીન બદનામ થઈ જાય અને લોકો વચ્ચે તેની ઈજ્જત ખતમ થઈ જાય, તો અલ્લાહ તઆલા બદનામ કરનારાને પોતાની બાર્ગાહમાંથી કાઢી મૂકશે અને શૈતાનના હવાલે કરી દેશે પરંતુ શૈતાન પણ તેને સ્વીકારશે નહિ.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૩૫૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે તમે તમારી દીકરીનું નામ ફાતેમા રાખ્યું છે તો તેને કંઈ ઊંધું સીધું ન બોલો, તેનાથી નફરત ન કરો અને તેને મારો નહિ.
(કાફી ભાગ ૬ પેજ ૪૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઊંઘ શરીર માટે આરામદાયક છે, વાતો કરવી રૂહ માટે આરામદાયક છે, અને ચૂપ રહેવું અક્કલ માટે આરામદાયક છે.
(મન લા યહઝરહુલ ફકિહ ભાગ ૪ પેજ ૪૦૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે અલ્લાહ તઆલા પોતાના કોઈ બંદા માટે નેકી ચાહે છે તો એના દિલમાંથી દુનિયાની મોહબ્બત કાઢી નાખે છે અને દીને ઈસ્લામને સમજવાની મોહબ્બત નાખી દે છે અને પછી તેની દુનિયા અને આખેરત બન્ને આબાદ કરી દેવામાં આવે છે.
(ઉસૂલે કાફી ભાગ ૩ પેજ ૧૯૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
આ ઉમ્મત માટે ત્રણ મહિના (ખુબજ વધારે ફઝીલતવાળા) આપવામાં આવેલ છે: માહે રજબ, માહે શાબાન અને માહે રમઝાન જે બીજી કોઈ પણ ઉમ્મતને આપવામાં નથી આવ્યા.
(વસાએલુશ શીઆ ભાગ ૮ પેજ ૨૪)