હઝરત ઈમામ ઝૈનુલ આબેદિન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે ગુનાહો દુઆઓને કબુલ કરવાથી રોકે છે તે ગુનાહ!
1- ખરાબ નીય્યત
2- શૈતની વિચાર
3- દીની ભાઈઓ સાથે મુનાફેકત
4- દુઆ કબૂલ નહિ થશે તેવો વિચાર
5- નમાઝને મોડી પઢવી
6- સારા કાર્યો અને સદકો આપવાનું બંધ કરી દેવું
7- ગાળી-ગલોચ અને ન બોલવા જેવા બોલ બોલવા.
(મઆનીયુલ અખબાર પેજ ૨૭૧)
1- ખરાબ નીય્યત
2- શૈતની વિચાર
3- દીની ભાઈઓ સાથે મુનાફેકત
4- દુઆ કબૂલ નહિ થશે તેવો વિચાર
5- નમાઝને મોડી પઢવી
6- સારા કાર્યો અને સદકો આપવાનું બંધ કરી દેવું
7- ગાળી-ગલોચ અને ન બોલવા જેવા બોલ બોલવા.
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેશક બંદાઓની ચાર આંખો હોય છે: બે આંખથી તે દિન અને દુનિયાનાં મામલાત જોવે છે, અને બીજી બે આંખોથી તે પોતાની આખેરતના મામલાત જોવે છે, જયારે અલ્લાહ તઆલા પોતાના બંદાઓની ભલાઈ ચાહે છે ત્યારે તે દિલને આંખોને ખોલી દે છે તેના થકી તે આખેરતની છૂપાયેલી વસ્તુ જોય શકે છે.
(ખેસાલ પેજ ૨૪૦ હદીસ ૯૦)
નોટ: અલ્લાહની નેઅમતો માંથી એક ખુબજ મોટી નેઅમત બે આંખો છે જે અલ્લાહ તઆલાએ બધાજ ઈન્સાનોને આપી છે અને આ થકી આપણે દુનિયાની ખૂબસૂરતીને જોઈએ છીએ
મગર અલ્લાહ તઆલા એ અમુક ખાસ ઈન્સાનોને બીજી બે આંખો પણ આપી છે જેને આપણે દિલની આંખો કહીએ છીએ જેના થકી તેઓ છુપી વાતો જાણતા હોય છે
દિલની આંખો અલ્લાહ તઆલા એને આપે છે જેની પાસે ઈમાને કામિલ હોય છે તેઓ હરામ ખોરાકથી બચીને રહે છે અને અલ્લાહ તઆલાની નાફરમાની કદી પણ નથી કરતા.
અને જેની પાસે દિલની આંખો હોય છે તે એક જગ્યાએ બેઠા બેઠા એક સેકન્ડમાં બીજી જગ્યાએ પોહચી જાય છે તય્યુલ અર્ઝ કરીને, જેમકે આયતુલ્લાહ બેહજત.
મગર અલ્લાહ તઆલા એ અમુક ખાસ ઈન્સાનોને બીજી બે આંખો પણ આપી છે જેને આપણે દિલની આંખો કહીએ છીએ જેના થકી તેઓ છુપી વાતો જાણતા હોય છે
દિલની આંખો અલ્લાહ તઆલા એને આપે છે જેની પાસે ઈમાને કામિલ હોય છે તેઓ હરામ ખોરાકથી બચીને રહે છે અને અલ્લાહ તઆલાની નાફરમાની કદી પણ નથી કરતા.
અને જેની પાસે દિલની આંખો હોય છે તે એક જગ્યાએ બેઠા બેઠા એક સેકન્ડમાં બીજી જગ્યાએ પોહચી જાય છે તય્યુલ અર્ઝ કરીને, જેમકે આયતુલ્લાહ બેહજત.
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
અય અલ્લાહના બંદાઓ! ધ્યાન રાખજો શીર્ક નહિ કરતા કેમકે શીર્કકરવા લોકોના આમાલને તોલવામાં નહિ આવે તેમનો કોઈ હિસાબ કિતાબ લેવામાં નહિ આવે તે બધાજ લોકોને એક સાથે જહન્નમમાં મોકલી દેવામાં આવશે, આમાલ તો એ લોકોના ટોલવામાં આવશે, હિસાબ કિતાબ તો એ લોકોનો કરવામાં આવશે જેઓ મુસલમાન છે.
(નુરૂસ્સકલૈન ભાગ ૪ પેજ ૫૦૭)
નોટ: શીર્ક એટલે એક ખુદાની સાથે બીજા કોઈને ભાગીદાર સમજવું અથવા એક ખુદા કરતા વધારે ખુદા સમજવું

બરઝખ એટલે કબ્રની ઝીંદગી, જ્યાં વધારે પડતા લોકો સ્ખતી અને પરેશાનીઓમાં હશે, અલ્લાહની કસમ! કબ્રમા જ જન્નતના બાગ માંથી એક બાગ આપવામાં આવે છે અને જહન્નમના ઊંડા ખાડા માંથી એક ખાડો આપવામાં આવે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૨૧ પેજ ૧૦)
નોટ: શું આપણે આ ફાની અને ખતમ થવા વાળી જિંદગી માટે જેટલી ભાગદોડ કરીએ છીએ ચિંતા કરીએ છીએ એટલી આખેરત અને કબ્ર ની ચિંતા કરીએ છીએ?
જયારે કે આ દુનિયાની બધીજ વસ્તુ ખતમ થઈ જવાની છે અને આ દુનિયાની કોઈ પણ વસ્તુ કબ્ર માં આપણી સાથે નથી આવાની, તો પછી એટલી બધી આ દુનિયાની ચિંતા શા માટે કરવાની?
તો પછી અલ્લાહનો હુક્મ માનો દુનિયા અને આખેરત બન્ને આબાદ કરો, અને આલ્લહને મૂકી દેશો તો દુનિયા તો મળી જશે પણ આખેરત નહિ મળે
જયારે કે આ દુનિયાની બધીજ વસ્તુ ખતમ થઈ જવાની છે અને આ દુનિયાની કોઈ પણ વસ્તુ કબ્ર માં આપણી સાથે નથી આવાની, તો પછી એટલી બધી આ દુનિયાની ચિંતા શા માટે કરવાની?
તો પછી અલ્લાહનો હુક્મ માનો દુનિયા અને આખેરત બન્ને આબાદ કરો, અને આલ્લહને મૂકી દેશો તો દુનિયા તો મળી જશે પણ આખેરત નહિ મળે
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ અને હઝરત મોહમ્મદની ઓલાદ ઉપર તારી રેહમત નાઝિલ કર, અને અમને એવી હાલતથી બચાવ કે જેમાં અમારે રિઝ્ક માટે ખુબજ વધારે મેહનત અને મજદૂરી કરવી પડે, અને અમને એવી જગ્યાએથી રિઝ્ક અતા કર જ્યાંથી અમને ઉમ્મીદ પણ ન હોય,એટલે અમે આસાનીથી તારી ઇબાદત કરી શકીએ અને વધારે રિઝ્કની ચિંતામાં પરેશાન ન રહીએ.
(સહિફએ સજ્જાદીયા દુઆ ૨૦)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
મારી ફૂઈ જનાબે ઝૈનબ અ.સ એ પોતાની આખી જિંદગીમાં કદી પણ નમાઝે શબ નથી છોડી અહીંયા સુધી કે ૧૧ મોહર્રમની રાતના પણ નમાઝે શબ પઢી હતી.
(વફિયાતુલ આઇમ્મા પેજ ૪૪૧)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે ઇમામે ઝમાના અ.ત.ફ.શ ઝહુર ફરમાવશે અને કયામ કરશે તો અલ્લાહ તઆલા અમારા શીયાઓ ઉપર થી તમામ પરેશાનીઓ અને તકલીફો દૂર કરી દેશે અને તેઓના દિલોને લોખંડની જેમ મઝબુત કરી દેશે અને એક શીઆને એટલી તાકાત આપશે કે ૪૦ આદમી ની તાકાત ખાલી એક આદમી પાસે હશે.
(ખેસાલ ભાગ ૨ પેજ ૫૪૨)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ મુસલમાન ની ઈજ્જત બચાવશે (તેની બેઇજ્જતી નહિ કરે) તો અલ્લાહ તઆલા કયામત ના દિવસે તેની ભૂલોને માફ કરી દેશે.
(બિહારૂલ અનવર ભાગ ૭૨ પેજ ૨૫૬)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
ફજરની નમાઝ પઢયા પછી કદી પણ (સૂર્યોદય ના સમયે) સૂરજ નીકળવા પહેલા સુવો નહીં કેમકે ત્યારે ઊંઘવું તમારી માટે બહેતર નથી આ સમયે અલ્લાહ તઆલા બંદાઓ માટે રિઝ્ક તક્સિમ કરે છે.
(બસાએરુદ દર્જાત ભાગ ૧ પેજ ૩૪૩)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
કદી પણ કોઈ ને તેના ગુનાહ ના કારણે ઝલીલ અને રૂસ્વા ન કરો, શું ખબર તેણે તોબા કરી લીધી હોય અને ખુદા તેને માફ કરી ચૂકયો હોય.
અલખેસાલ પેજ ૧૧
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
ખોટું બોલવા થી બચો પછી ભલે તે નાનું એવું ખોટું હોય કે મોટું ખોટું હોય મજાક માં હોય કે ગંભીરતા માં હોય.
ઉસુલે કાફી ભાગ ૨ પેજ ૩૩૮
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
નેક અને સારા લોકો સાથે બેઠવા થી ઇન્સાન નેકી અને સારા કામો તરફ ખેંચાઈ છે અને ઓલમા નો અદબ અને એહતેરામ કરવા થી અક્કલ માં વધારો થવાનું કારણ બને છે.
(બિહારૂલ અનવાર ભાગ 1 પેજ 141)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેશક અલ્લાહ તઆલા શુક્રિયા અદા કરનાર બધાજ બંદાઓ ને દોસ્ત રાખે છે
(વસાએલુશ શીઆ ભાગ ૧૧ પેજ ૫૩૯)
પેટ નો હક
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે: તમારી માટે તમારા પેટ નો હક એ છે કે તેને હરામ ખાવા વાળું વાસણ ન બનાવો, હરામ, હરામ છે ચાહે તે ઓછું હોય કે વધારે હોય, હરામ થી બચીને રહો,
અને હલાલ ખોરાક માં પણ ન્યાય અને ઇન્સાફ થી કામ લ્યો અને ખાલી તાકાત અને કુદરત હાસિલ કરવા માટે ખોરાક લ્યો (એટલે નબળા ન પડી જાવ એ માટે ખોરાક લ્યો) અને કદી પણ ફૂલ પેટ ન ભરો કે તમારા ગળા સુધી ખાવાનું પોહચી જાય કેમકે ફૂલ પેટ ભરીને ખાવા થી સુસ્તી અને આણસ આવે છે અને તમને સારા અને નેક કામો થી દુર રાખે છે
અને એવીજ રીતે વધારે પડતું પ્રવાહી પણ ન લ્યો કેમકે વધારે પ્રવાહી લેવા થી અક્કલ ઓછી થાય છે અને જેહાલત આવે છે
(રિસાલે હુકુક ઈમામ સજ્જાદ, બાબે શિકમ)

ગુનાહ કર્યા પછી તે ગુનાહ ઉપર ખુશ ન થાવ કારણકે ગુનાહ ઉપર ખુશ થવું ગુનાહ કરતા પણ વધારે મોટો ગુનોહ છે.
(કશફુલ ગમ્મા ભાગ ૨ પેજ ૧૦૮)
પાડોશી નો હક
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે: પાડોશી નો હક એ છે કે તેમની ગેર હાજરી માં તેમની આબરૂ અને ઈજ્જત રાખો અને તેની હાજરીમાં તેનો એહતેરામ કરો અને માન આપો,
જો તેમની ઉપર અત્યાચાર અને ઝુલ્મ થાય તો મદદ કરો, અને તેની બુરાઈ ની તપાસ માં ન રહો, અને જો તેની કોઈ બુરાઈ જોવો તો છુપાવો, અને જો તમને યકીન હોય કે એ તમારી વાત ને માનશે તો તેને સારી સિખામણ આપો, અને જયારે તેની ઝીંદગી માં પરેશાની આવે તો તેને એકલો ન મુકો (તેની પૂર્તિ મદદ કરો) તેની ભૂલો ને માફ કરો, અને તેની સાથે હળી મળી ને સરખી રીતે રહો.
(ખેસાલ પેજ ૫૬૯)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે: પાડોશી નો હક એ છે કે તેમની ગેર હાજરી માં તેમની આબરૂ અને ઈજ્જત રાખો અને તેની હાજરીમાં તેનો એહતેરામ કરો અને માન આપો,
જો તેમની ઉપર અત્યાચાર અને ઝુલ્મ થાય તો મદદ કરો, અને તેની બુરાઈ ની તપાસ માં ન રહો, અને જો તેની કોઈ બુરાઈ જોવો તો છુપાવો, અને જો તમને યકીન હોય કે એ તમારી વાત ને માનશે તો તેને સારી સિખામણ આપો, અને જયારે તેની ઝીંદગી માં પરેશાની આવે તો તેને એકલો ન મુકો (તેની પૂર્તિ મદદ કરો) તેની ભૂલો ને માફ કરો, અને તેની સાથે હળી મળી ને સરખી રીતે રહો.
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
અય અલ્લાહના બંદાઓ! ધ્યાન રાખજો શીર્ક નહિ કરતા કેમકે શીર્કકરવા લોકોના આમાલને તોલવામાં નહિ આવે તેમનો કોઈ હિસાબ કિતાબ લેવામાં નહિ આવે તે બધાજ લોકોને એક સાથે જહન્નમમાં મોકલી દેવામાં આવશે, આમાલ તો એ લોકોના ટોલવામાં આવશે, હિસાબ કિતાબ તો એ લોકોનો કરવામાં આવશે જેઓ મુસલમાન છે.
(નુરૂસ્સકલૈન ભાગ ૪ પેજ ૫૦૭)
નોટ: શીર્ક એટલે એક ખુદાની સાથે બીજા કોઈને ભાગીદાર સમજવું અથવા એક ખુદા કરતા વધારે ખુદા સમજવું
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
ખોટું બોલવા થી બચો પછી ભલે તે નાનું એવું ખોટું હોય કે મોટું ખોટું હોય મજાક માં હોય કે ગંભીરતા માં હોય.
(ઉસુલે કાફી ભાગ ૨ પેજ ૩૩૮)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે કોઈ તાલિબે ઇલ્મ પોતાના ઘરે થી (ઇલ્મ હાસિલ કરવા માટે) બહાર નીકળે છે તો તેનો પગ જે જગ્યા ઉપર પડે છે એ જગ્યા કોરી હોય કે ભીની તે જગ્યા અને તેની નીચે જે સાત દરજા છે તે તેની માટે તસ્બીહ પઢે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૧ પેજ ૧૪૮)