હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ

હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે: ઝિંદગી માં સબ્ર ને પોતાનો સહારો બનાવો, ગરીબ અને ઝરૂરતમંદ લોકોની સાથે બેઠો, ગુનાહોથી દુર રહો, દિલની ચાહતોનો વીરોધ કરો, અને યાદ રાખજો કોઈ પણ હાલતમાં અલ્લાહની નજરથી બચીને રેહવાના નથી, તો તમને ખબર હોવી જોઈએ કે તમે શું કરી રહ્યા છો.
(તોહફુલ ઓકુલ ભાગ ૧ પેજ ૪૫૫)
હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ પણ ખરાબ કાર્યો ને સારા સમજે તો તે પણ એ કામ માં ભાગીદાર છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૫ પેજ ૮૨)
હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે: જો જાહિલ ચૂપ રહે તો લોકો ઈખતેલાફ (વિવાદ) થી બચી ને રહી શકે છે.
(કશફુલ ગમ્માહ ભાગ ૨ પેજ ૩૪૯)
હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે: અમારા શિયાઓ માટે બેહતરીન અમલ ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) નો ઇન્તેઝાર છે.
(કમાલુદ દીન ભાગ ૨ બાબ ૩૬ હદીસ ૧)
હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ મારી ફૂઈ ની (હઝરત માસુમાએ ફાતેમા કુમ સલામુલ્લાહ અલ્યહા) કુમ માં ઝિયારત કરશે તો તેને બદલામાં જન્નત મળશે.
(કામલુઝ ઝિયારત)
હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે: મોમીન ત્રણ વસ્તુનો મોહતાજ છે-
1. અલ્લાહ તઆલા તરફથી તોફીક.
2. પોતાના દિલની અંદરની વાતો ને સાંભળે.
3. જે કોઈ પણ તેને નસીહત કરે તેને સાંભળે.
(તોહફુલ ઓકુલ ભાગ ૧ પેજ ૪૫૭)
હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે: જ્યાં સુધી કોઈ પણ કામ નો સમય ન આવે ત્યાં સુધી એ કાર્ય માં જલ્દી ન કરો નહિ તો પસ્તાવો થશે.
(કશફુલ ગમ્મા ભાગ ૨ પેજ ૪૫૦)
હઝરત ઈમામ મોહમ્મદ તકી અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ વ્યક્તિ તમારી ઈજ્જત, માન અથવા ડર ના લીધે તમારા થી હક અને સાચી વાત છુપાવે છે તો બેશક એ તમારો દુશ્મન છે.
(અઅલામુદ્દીન હદીસ 309)